Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : These big budget films of 2025 were super flops despite spending crores of rupees

Year Ender 2025: કરોડો રુપિયા ખર્ચ્યા છતા સુપર ફ્લોપ રહી 2025ની આ બિગ બજેટ ફિલ્મો

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Year Ender 2025: કરોડો રુપિયા ખર્ચ્યા છતા સુપર ફ્લોપ રહી 2025ની આ બિગ બજેટ ફિલ્મો
સોર્સ : GSTV

વર્ષ 2025 ઘણા સ્ટાર્સ માટે ભાગ્યશાળી રહ્યું, તો ઘણા સ્ટાર્સની બોક્સ ઓફિસ પર એવી હાલત થઈ કે તેઓ આ વર્ષે એક પણ હિટ ફિલ્મ જોઈ ન શક્યા. ખાસ વાત એ છે કે આ વખતે ઘણા સુપરસ્ટાર્સની ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાંથી ગણીગાંઠી ફિલ્મોને બાદ કરતાં બાકીની તમામ નિષ્ફળ રહી. ચાલો જાણીએ આ વર્ષની સૌથી મોટી ફ્લોપ ફિલ્મો વિશે.

App Store

સિકંદર

સલમાન ખાન માટે આ વર્ષે પણ ફિલ્મોના મામલે નસીબ નબળું રહ્યું. ભાઈજાને આ વર્ષે ઈદના અવસરે 30 માર્ચના રોજ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સિકંદર' રિલીઝ કરી હતી, જેમાં તેની સાથે રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં હતી. લોકોને ફિલ્મમાં દમ લાગ્યો નહીં અને તેની વાર્તા પણ પસંદ આવી નહીં. આ ફિલ્મે આશરે 200 કરોડના બજેટ સામે વર્લ્ડવાઈડ માત્ર 211 કરોડનું કલેક્શન કર્યું, જેના કારણે તેના પર 'ફ્લોપ'નો સિક્કો વાગી ગયો.

ઇમરજન્સી

કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પહેલાં ફિલ્મની રિલીઝને લઈને વિવાદ થયો અને જ્યારે તેને લીલી ઝંડી મળી ત્યારે કંગનાની એક્ટિંગ સિવાય લોકોને ફિલ્મમાં કશું ગમ્યું નહીં. પરિણામે કંગનાનું બોક્સ ઓફિસ પર પાસું ઉંધું પડ્યું. 60 કરોડના બજેટ સામે આ ફિલ્મ માંડ 23.75 કરોડ ભેગા કરી શકી. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી.

વોર 2

'જોર કા ઝટકા જોર સે લગા' જેવી સ્થિતિ આ ફિલ્મની થઈ. 'વોર' ના પહેલા ભાગે બોક્સ ઓફિસ પર કમાણીની આંધી લાવી દીધી હતી, પરંતુ 14 ઓગસ્ટે રિલીઝ થયેલી 'વોર 2' એ બધું બગાડી નાખ્યું. ઋતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી જેવા મોટા સ્ટાર્સ હોવા છતાં, 300 થી 400 કરોડના બજેટ સામે ફિલ્મ માત્ર 360-370 કરોડનું કલેક્શન કરી શકી, જે તેને ફ્લોપની યાદીમાં લઈ ગઈ.

બાગી 4

ટાઈગર શ્રોફની હિટ ફ્રેન્ચાઈઝી ફિલ્મ 'બાગી 4'ની આવી હાલત થશે એવી કોઈને આશા નહોતી. આ ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ગઈ તેની લોકોને ખબર પણ ના પડી. આ ફિલ્મથી હરનાઝ કૌર સંધુએ ડેબ્યૂ કર્યું હતું. 80 કરોડના બજેટ સામે ફિલ્મે 66 થી 94 કરોડની વચ્ચે કમાણી કરી હતી.

આઝાદ

અજય દેવગનની એક્શન એડવેન્ચર ફિલ્મ 'આઝાદ' પણ ફ્લોપ રહી. આ ફિલ્મ દ્વારા રવીના ટંડનની પુત્રી રાશા થડાણી અને અજય દેવગનના ભત્રીજા અમન દેવગને ડેબ્યૂ કર્યું હતું. રાશાનું ગીત 'ઉઈ અમ્મા' ખૂબ ચાલ્યું પણ ફિલ્મ ફ્લોપ રહી. 100 કરોડના બજેટ સામે ફિલ્મે વર્લ્ડવાઈડ માત્ર 6.32 થી 6.77 કરોડનો બિઝનેસ કર્યો.

ગેમ ચેન્જર

રામ ચરણ અને કિયારા અડવાણીને 'ગેમ ચેન્જર' થી ઘણી આશાઓ હતી, પણ તે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાઈ. આ વર્ષની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક હતી. તેનું ગીત 'નાના હયારાના' બનાવવા પાછળ જ 75 કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. 400-450 કરોડના બજેટ સામે આ ફિલ્મ માત્ર 203 કરોડ જ કમાઈ શકી.

દેવા

શાહિદ કપૂરનું નસીબ પણ સાથ આપી શક્યું નહીં. હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ 'દેવા' 31 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. પૂજા હેગડે સાથેની આ ફિલ્મનું બજેટ 50 કરોડ હતું અને તે માંડ 40 થી 60 કરોડ સુધી પહોંચી શકી હતી.