Karan Aujlaના દિલ્હી કોન્સર્ટમાં થઈ બબાલ! VIP લાઉન્જનો વીડિયો વાયરલ

સિંગર કરણ ઔજલાએ શનિવારે સાંજે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં તેના 'P-POP CULTURE ઈન્ડિયા ટૂર'ની શરૂઆત કરી હતી. કોન્સર્ટને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોન્સર્ટમાં 75 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા. આ દરમિયાન સમાચાર છે કે કોન્સર્ટમાં હાથાપાઈ થઈ હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કોન્સર્ટમાં લાતો અને મુક્કાબાજી
'P-POP CULTURE ઈન્ડિયા ટૂર 2026' નામના આ કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેણે આયોજકોના વ્યવસ્થાપન પર સવાલો ઉભા કર્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો વેન્યુની અંદર લડાઈ કરી રહ્યા છે. એક માણસ નીચે પડ્યો છે, જ્યારે બીજો માણસ તેને વારંવાર મુક્કા મારી રહ્યો છે. ઝઘડા દરમિયાન અન્ય એક વ્યક્તિ પણ તે માણસને લાત મારતી જોવા મળી રહી છે.
કોન્સર્ટમાં આ લડાઈ શા માટે થઈ તે અંગે હજુ કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી. અમે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા નથી.
પ્રેક્ષકો થયા નારાજ
આ દરમિયાન એક દર્શકે સોશિયલ મીડિયા પર લખ્યું, "અમે એક ટિકિટ પાછળ 5-6 હજાર રૂપિયા ખર્ચ્યા, તેમ છતાં અમારે બહાર ઉભા રહેવું પડ્યું. બોક્સ ઓફિસ પર ગેરવ્યવસ્થાને કારણે અમારા રિસ્ટ બેન્ડ પણ ચોરાઈ ગયા."
ઔજલાએ જમાવ્યો રંગ
કરણ ઔજલાનો કોન્સર્ટ શનિવારે સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયો હતો. કોન્સર્ટની શરૂઆત ડીજે ચેતસના હાઈ-એનર્જી સેટથી થઈ હતી, જેણે વાતાવરણમાં જોશ ભરી દીધો હતો. ત્યારબાદ ઔજલાએ પોપ-અપ લિફ્ટ દ્વારા સ્ટેજ પર એન્ટ્રી કરી હતી.

