'એક હજારો મેં મેરી બહેના હૈ...' આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાની ફિલ્મ ‘જિગરા’નું ટીઝર થયું રિલીઝ
આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાની અપકમિંગ ફિલ્મ ‘જિગરા’નું ટીઝર ર

આલિયા ભટ્ટ અને વેદાંગ રૈનાની અપકમિંગ ફિલ્મ ‘જિગરા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના ભાઈ અને બહેન તરીકે ઈમોશનલ બોન્ડ શેર કરતા જોવા મળે છે. આલિયા તેના ભાઈ માટે લડતી જોવા મળી છે. ‘જિગરા’નું ટીઝર આલિયા ભટ્ટના ડાયલોગથી શરૂ થાય છે. તે કહે છે, ‘માતાને ભગવાને છીનવી લીધી, પિતાએ પોતાનો જીવ લઈ લીધો, દૂરના સંબંધીએ આશ્રય આપ્યો અને મોટું ભાડું વસૂલ્યું. ભાટિયા સાહેબને છોડો, સ્ટોરી બહુ લાંબી છે અને ભાઈ પાસે બહુ ઓછો, બહુ ઓછો સમય છે.’
ટીઝરમાં ભાઈ અને બહેન વચ્ચે ઈમોશનલ બોન્ડ જોવા મળ્યું
‘જિગરા’ના ટીઝરમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેના ભાઈ માટે સુરક્ષા કવચની જેમ દેખાઈ રહી છે. તે લડે છે, પડી જાય છે અને પછી આપઘાત કરવાનો પ્રયાસ પણ કરે છે. તેના ભાઈ વેદાંગ રૈનાની પોલીસે વિદેશમાં ધરપકડ કરી છે. ટીઝરની સાથે નિર્માતાઓએ કિશોર કુમારના ગીત ‘એક હજારો મેં મેરી બહેના હૈ’નું રિમિક્સ વર્ઝન પણ શેર કર્યું છે.
આલિયાએ શેર કર્યું ટીઝર
આલિયા ભટ્ટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘જિગરા’નું ટીઝર શેર કર્યું છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું- કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ‘જિગરા’નું ટીઝર-ટ્રેલર આઉટ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, મેકર્સે ‘જિગરા’ની આ ઝલકને ટીઝર-ટ્રેલર નામ આપ્યું છે.
વાસન બાલાના નિર્દેશનમાં બની છે ફિલ્મ
‘જિગરા’નું નિર્દેશન વાસન બાલાએ કર્યું છે. ટીઝર પહેલા આલિયા સતત ફિલ્મના પોસ્ટર શેર કરી રહી હતી. હવે આ ફિલ્મનું ટીઝર સામે આવ્યું છે. ‘જિગરા’ની રિલીઝ ડેટ વિશે વાત કરીએ તો ફિલ્મ 11 ઓક્ટોબર 2024ના રોજ થિયેટરમાં આવશે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય આદિત્ય નંદા અને મનોજ પાહવા પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.






