મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ગુજરાતમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ટેક્સ ફ્રી, CM ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીએ નિહાળી ફિલ્મ

મધ્ય પ્રદેશ-છત્તીસગઢ બાદ હવે ગુજરાતમાં પણ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય

ગુજરાતમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ટેક્સ ફ્રી, CM ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીએ નિહાળી ફિલ્મ

મધ્ય પ્રદેશ-છત્તીસગઢ બાદ હવે ગુજરાતમાં પણ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' નિહાળી હતી. લોકો સુધી ઘટનાની માહિતી વધુ સ્પષ્ટ રીતે પહોંચે તે માટે રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ પહેલા મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી હતી.

ગુજરાતમાં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેક્સ ફ્રી 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટીગોલ્ડ સિનેમાઘરમાં આ ફિલ્મ નિહાળવા પહોંચ્યા હતા.'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO : અમદાવાદમાં એકતા કપૂરે ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' અંગે આપ્યું મોટું નિવેદન

ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપુરે શું કહ્યું?

ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપુરે જણાવ્યું કે, બે વર્ષની મહેનત અને રિસર્ચ બાદ આ ફિલ્મ બનાવવામાં આવી છે. મને વિશ્વાસ થઈ રહ્યો નથી કે આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. સત્ય ઘટના પર આધારિત હોવાથી ફિલ્મમાં સત્ય બહાર લાવવાનો પ્રયાસ છે. આ ફિલ્મને પોલિટિકલ મુદ્દો ન બનાવવો જોઈએ.

આ સમાચાર શેર કરો