ટીવીના આ ફેમસ કપલની હાલમાં જ જન્મેલી દીકરી ગંભીર બીમારીની બની શિકાર
ટીવીના ફેમસ કપલ યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા એક દીકરીના પેરેન્ટ્સ બન્

ટીવીના ફેમસ કપલ યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલા એક દીકરીના પેરેન્ટ્સ બન્યા છે. ઓપરેશન દ્વારા યુવિકાએ બાળકીનો જન્મ આપ્યો હોવાથી તે એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતી. જયારે તેને રજા આપવાની હતી ત્યારે ડોક્ટરોએ કેટલાક ટેસ્ટ કર્યા હતા અને જેના કારણે બાળકીની બીમારી સામે આવી હતી. જેના કારણે આ કપલના ફેન્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
યુવિકા ચૌધરીએ આપી જાણકારી
યુવિકા ચૌધરીએ તેના એક વ્લોગમાં આ અંગેની જાણકારી શેર કરતા લખ્યું કે, 'આ પહેલીવાર છે કે હું મારી દીકરી સાથે હોસ્પિટલમાં એકલી છું. સી સેક્શન ડિલીવરી પછી રિકવરી થોડી ધીમી છે. જયારે મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી હતી ત્યારે ડોકટરે કેટલાક ટેસ્ટ કરાવ્યા જેમાં ખબર પડી કે મારી દીકરીને કમળો થયો છે. જયારે બાળકનો જન્મ થાય છે ત્યારે કમળાથી પીડાય તેવું ઘણીવાર બનતું હોય છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. હું પીડામાં છું પણ અત્યારે મારે મારી દીકરી પર ધ્યાન આપવાનું છે.'
બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા
યુવિકા ચૌધરી IVF દ્વારા માતા બની છે. પ્રિન્સ નરુલા અને યુવિકાએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત બિગ બોસ 9માં થઈ હતી. આ કપલે લગભગ એક વર્ષ ડેટિંગ કર્યું હતું. હવે લગ્નના ઘણા વર્ષો બાદ યુવિકા અને પ્રિન્સના ઘરે એક પુત્રીનો જન્મ થયો છે.








