મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મેકર્સે ‘રેઈડ 2’ની રિલીઝ ડેટ કરી એનાઉન્સ, જાણો અજય દેવગણ સ્ટારર આ ફિલ્મ ક્યારે થશે રિલીઝ

બોલિવૂડ એક્ટર અજય દેવગણ અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘રેઈડ 2’

મેકર્સે ‘રેઈડ 2’ની રિલીઝ ડેટ કરી એનાઉન્સ, જાણો અજય દેવગણ સ્ટારર આ ફિલ્મ ક્યારે થશે રિલીઝ

બોલિવૂડ એક્ટર અજય દેવગણ અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘રેઈડ 2’ને લઈને ચર્ચામાં છે. અજય દેવગનની ફિલ્મ ‘રેઈડ’ને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો, ત્યારપછી ફેન્સ રાહ જોઈ રહ્યા હતા કે અજય દેવગન ‘રેઈડ’નો બીજો ભાગ ક્યારે લાવશે. થોડા દિવસો પહેલા અજય દેવગણે ‘રેઈડ’ના બીજા ભાગની જાહેરાત કરી હતી જ્યારે હવે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. હા! અજય દેવગણે તેની ફિલ્મ ‘રેઈડ 2’ની રિલીઝ ડેટ જાહેર કરી છે.

અજય દેવગણની ‘રેઈડ 2’ રિલીઝ

અભિનેતા અજય દેવગણ ફરી એકવાર ફિલ્મ ‘રેઇડ’ના બીજા ભાગથી પોતાના ફેન્સનું મનોરંજન કરવા જઈ રહ્યો છે. હવે નિર્માતાઓએ ‘રેઈડ 2’નું નવું પોસ્ટર રિલીઝ કરીને રિલીઝ ડેટ જણાવી છે. હા! ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ‘રેઈડ 2’નું નવું પોસ્ટર રિલીઝ કર્યું અને જણાવ્યું કે તેમની ફિલ્મ ‘રેઈડ 2’ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે.

‘રેઈડ 2’ સ્ટાર કાસ્ટ

અજય દેવગણની ફિલ્મ ‘રેઈડ 2’ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ વખતે અજય દેવગણની સાથે રિતેશ દેશમુખ, વાણી કપૂર અને રજત કપૂર પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગણ IRS ઓફિસર અમયની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ "રેઈડ" 2018માં રિલીઝ થઈ હતી, જેમાં અજય દેવગણ સાથે ઈલિયાના ડીક્રુઝ જોવા મળી હતી, જ્યારે સૌરભ શુક્લાએ વિલનની ભૂમિકા ભજવી હતી. ‘રેઈડ 2’ની વાત કરીએ તો હવે રિતેશ દેશમુખ તેમાં વિલનની ભૂમિકા ભજવશે.

ફેબ્રુઆરી 2025માં થશે રિલીઝ 

‘રેઈડ 2’ ફિલ્મ પહેલા ભાગ કરતાં વધુ અદભૂત હશે, જે નિર્માતાઓએ જાહેર કર્યું છે. ‘રેઈડ 2’નું નિર્દેશન રાજ કુમાર ગુપ્તા કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ દિલ્હી અને લખનૌમાં થશે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમાર કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો