મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કપિલ શર્માનો OTT પર ના ચાલ્યો જાદૂ, શરૂ થતાની સાથે જ બંધ થઇ રહ્યો છે શો

કોમેડિયન કપિલ શર્મા વર્ષોથી દર્શકોને નાના પરદા પર હસાવતા આવી રહ્યો છે. કપિલ શર્માન નવો શો 'ધ ગ્રેટ ઇન્ડિયન

કપિલ શર્માનો OTT પર ના ચાલ્યો જાદૂ, શરૂ થતાની સાથે જ બંધ થઇ રહ્યો છે શો

કોમેડિયન કપિલ શર્મા વર્ષોથી દર્શકોને નાના પરદા પર હસાવતા આવી રહ્યો છે. કપિલ શર્માન નવો શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર શરૂ કરવામાં આવ્યો હતો. હવે કપિલના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કપિલ શર્માના શોના OTT પર બંધ થવાના સમાચાર સામે આવ્યા છે.

કપિલ શર્માની સાથે સાથે તેના ફેન્સને પણ કપિલ પાસે ઘણી આશા હતી પરંતુ OTT પર તેનો જાદૂ ચાલ્યો નથી. 

શોનો સેટ હટાવવામાં આવી રહ્યો છે

સ્ટેન્ડ અપ કોમેડિયનથી શો હોસ્ટ અને પછી કાર્યક્રમ પ્રોડ્યૂસર બનેલા કપિલ શર્માનો OTT ગેમ પ્લાન પૂર્ણ થઇ ગયો છે. 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ને નેટફ્લિક્સે બંધ કરવાની જાહેરાત કરી છે. આ શોનો અંતિમ એપિસોડ શૂટ થઇ ચુક્યો છે જે બાદ શોનો સેટ હટાવવામાં આવી રહ્યો છે. કોમેડિયન કીકુ શારદાએ આ સમાચારની પૃષ્ટી કરી છે. કીકુ શારદાએ જણાવ્યું કે ટીમે શોના અંતિમ એપિસોડની શૂટિંગ 1 મેએ કરી હતી.

અર્ચનાએ પણ કરી પૃષ્ટી

શોના બંધ થવાની જાણકારી 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ના જજ અર્ચના પૂરન સિંહે પણ આપી છે. અર્ચના પૂરન સિંહે કહ્યું, 'હાં, અમે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની સિઝન વનની શૂટિંગ પૂર્ણ કરી લીધી છે. અમે કાલે સિઝનનો અંતિમ એપિસોડ શૂટ કર્યો છે. સેટ પર ઘણી મજા અને ઉજવણીનો માહોલ હતો. શોમાં અત્યાર સુધીની સફર અદભુત રહી છે. આ એક સારી સફર હતી અને અમે સેટ પર અદભુત સમય વિતાવ્યો.'

કેમ બંધ થઇ રહ્યો છે શો?

કીકૂ શારદાએ કહ્યું, 'કપિલ બ્રેક લેશે. તે બાદ આ શોની નવી સિઝન સાથે પરત ફરશે. અમે 13 એપિસોડ બનાવ્યા છે અને બીજી સિઝન જલદી આવશે. અમે પ્રથમ સિઝન ખતમ કરી છે, આ પહેલાથી જ નક્કી હતું. નવી સિઝન જલદી તમારી સામે હશે.'

કપિલને શો માટે મળી રહી છે આટલી મોટી રકમ

કપિલ શર્માને 5 કરોડ રૂપિયા પ્રતિ એપિસોડના હિસાબથી આપવામાં આવી રહ્યાં છે. જ્યારે શોમાં કોમેડિયન સુનીલ ગ્રોવરની સૌથી વધુ પ્રશંસા થઇ છે તેને માત્ર 25 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળે છે.

કપિલના શોના 5 એપિસોડ આવ્યા

'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ની શરૂઆત રણબીર કપૂર, નીતુ કપુર અને રિદ્ધિમા સ્ટારર એપિસોડ સાથે થઇ હતી.

તે બાદ રોહિત શર્મા, શ્રેયસ અય્યર, દિલજીત દોસાંઝ, પરિણિતી ચોપરા, ઇમ્તિયાઝ અલી, વિક્કી કૌશલ, સન્ની કૌશલ અને આમિર ખાન જોવા મળ્યા હતા.

આ શોના અત્યાર સુધી 5 એપિસોડ આવ્યા છે. હવે નવા એપિસોડમાં સન્ની દેઓલ અને બોબી દેઓલ જોવા મળશે, જેનો તાજેતરમાં પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો