Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : The global premiere of 'The Odyssey' will be held in Mumbai; Director Christopher Nolan be present

મુંબઈમાં યોજાશે 'The Odyssey'નું ગ્લોબલ પ્રીમિયર; ડિરેક્ટર Christopher Nolan સહિત આ હોલિવૂડ સ્ટાર્સ પણ રહેશે હાજર

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
મુંબઈમાં યોજાશે 'The Odyssey'નું ગ્લોબલ પ્રીમિયર; ડિરેક્ટર Christopher Nolan સહિત આ હોલિવૂડ સ્ટાર્સ પણ રહેશે હાજર
સોર્સ : GSTV

વિશ્વભરના સિનેમાપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે હોલીવુડના દિગ્ગજ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની નવી ફિલ્મ 'ધ ઓડિસ્સી' (The Odyssey) આગામી ૧૭ જુલાઈના રોજ વિશ્વભરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના ગ્લોબલ પ્રીમિયર ટૂરમાં લંડન, પેરિસ અને ન્યૂયોર્ક જેવા વૈશ્વિક શહેરોની સાથે આ વખતે ભારતની આર્થિક રાજધાની મુંબઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે મુંબઈમાં યોજાનારા આ ભવ્ય પ્રીમિયરમાં ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાન પોતે હાજર રહેશે. ભારતમાં પ્રીમિયર યોજાઈ રહ્યું હોય તેવી નોલાનની આ કારકિર્દીની સૌપ્રથમ ફિલ્મ બનશે.

App Store

હોલીવુડના સુપરસ્ટાર્સ પણ મુંબઈ આવશે

આ ફિલ્મમાં હોલીવુડની મલ્ટિસ્ટારર કાસ્ટ જોવા મળવાની છે. મુંબઈમાં યોજાનારા આ પ્રીમિયર રેડ કાર્પેટ પર ક્રિસ્ટોફર નોલાનની સાથે ફિલ્મના મુખ્ય કલાકારો મેટ ડેમન અને સ્પાઈડરમેન ફેમ ટોમ હોલેન્ડ પણ ખાસ હાજરી આપવાના છે. આ ઉપરાંત ફિલ્મમાં એન હેથવે, રોબર્ટ પેટિન્સન, લુપિતા ન્યોંગો, સામન્થા મોર્ટન અને ચાર્લીઝ થેરોન જેવા દિગ્ગજ કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.

હોમરની જગવિખ્યાત કૃતિ પર આધારિત વાર્તા

આ ફિલ્મ ગ્રીક કવિ હોમરની મહાન અને જગવિખ્યાત કૃતિ 'ઓડિસ્સી' પર આધારિત છે. જેમાં ટ્રોયના પતન (Troy War) પછી રાજા ઓડિસિયસના પોતાના વતન પાછા ફરવાની ૧૦ વર્ષની સંઘર્ષમય અને સાહસિક ગાથા રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મની પટકથા અને નિર્દેશન બંને ક્રિસ્ટોફર નોલાને પોતે સંભાળ્યા છે.

સંપૂર્ણપણે IMAX કેમેરાથી શૂટ થયેલી પ્રથમ ફિલ્મ

સિનેમાના ઈતિહાસમાં 'ધ ઓડિસ્સી' એ એવી પ્રથમ ફિલ્મ છે જેનું ૧૦૦% શૂટિંગ આઈમેક્સ (IMAX) કેમેરા વડે કરવામાં આવ્યું છે. ક્રિસ્ટોફર નોલાન હંમેશાથી વિઝ્યુઅલ ગ્રાન્ડનેસ માટે જાણીતા છે, તેથી આ ફિલ્મને દુનિયાભરના IMAX સ્ક્રીન્સ પર અદભુત પ્રીમિયમ ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે. શાનદાર યુદ્ધ ફિલ્મોથી માંડીને સાયન્સ-ફિક્શન (Sci-Fi) ફિલ્મો બનાવવામાં માસ્ટર ગણાતા નોલાનની આ ફિલ્મ માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.