દેશની પહેલી મહિલા IPS ઓફિસર કિરણ બેદીની બાયોપિક એનાઉન્સ, હચમચાવી દેશે તેમની ક્યારેય ન સાંભળેલી સ્ટોરી
જેની કહાણી તમે બાળપણથી સાંભળી હશે...જેની કહાણી તમા

જેની કહાણી તમે બાળપણથી સાંભળી હશે...જેની કહાણી તમારા માતા-પિતાએ અનેક વખત તમારી સામે રિપીટ કરી હશે. તેની રિયલ લાઈફ સ્ટોરી પર ટૂંક સમયમાં એક ફિલ્મ બનવા જઈ રહી છે. તે બીજું કોઈ નહીં પણ દેશની પહેલી મહિલા IPS ઓફિસર કિરણ બેદી છે. નિર્માતાઓએ તેની જાહેરાતનું ટીઝર રિલીઝ કર્યું. આ ફિલ્મ 2025માં રિલીઝ થશે.
કિરણ બેદીની બાયોપિક
દેશની પહેલી મહિલા IPS ઓફિસર કિરણ બેદીના જીવન પર આધારિત ફિલ્મ ‘બેદી’ની એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. નિર્માતાઓએ ખૂબ જ શાનદાર મ્યુઝિક સાથે મોશન પોસ્ટર રિલીઝ કર્યું. પોસ્ટરમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમાં એવી સ્ટોરીઢ છે જે તમે ક્યારેય જોઈ કે સાંભળી નહીં હોય. કિરણ બેદીના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. આ સમાચારે ફેન્સને ઉત્સાહિત કરી દીધા છે. ડાયરેક્ટર કુશલ ચાવલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું- આ રહી! કુશલ ચાવલા દ્વારા લિખિત અને દિગ્દર્શિત ડૉ. કિરણ બેદીની બાયોપિક ફીચર ફિલ્મની એનાઉન્સમેન્ટ. આશા છે કે, તમને આ મોશન પોસ્ટર જોઈને આનંદ થયો હશે અને હજુ ઘણું બધું આવવાનું છે. જોડાયેલા રહો!
https://www.instagram.com/reel/C8FG84NJ0fb/
કિરણનું જીવન પરિચય
IPS ઓફિસર કિરણ બેદી નાનપણથી જ નીડર હતાં. સ્કૂલના દિવસો દરમિયાન, જ્યારે કોઈએ તેની બહેનની છેડતી કરી હતી, ત્યારે કિરણે તેને બજારમાં માર માર્યો હતો. અહીંથી જ કિરણે છોકરીઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. તેમણે નક્કી કર્યું હતું કે, તે લોકોને દહેજ વિરુદ્ધ જાગૃત કરશે. કિરણ બેદીએ 1970માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે મસૂરી સ્થિત નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાંથી IPSની તાલીમ શરૂ કરી. 80 પુરૂષ પોલીસ અધિકારીઓમાં તેઓ એકમાત્ર મહિલા IPS અધિકારી હતાં. આજે પણ કિરણની ઘણી સ્ટોરીઝ સાંભળવા મળે છે. ફિલ્મની એનાઉન્સમેન્ટથી ફેન્સમાં બઝ ક્રિએટ થયો છે. દરેક લોકો કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે. તેમજ તેની રિલીઝ ડેટને લઈને ફેન્સ નિર્માતાઓને પ્રશ્નો કરી રહ્યા છે. યુઝર્સ લખી રહ્યાં છે- આખરે, કોઈએ તો વિચાર્યું.






