મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

પુષ્પા 2 નાસભાગ કેસ: ઘટનામાં ઘાયલ 8 વર્ષનો બાળક હજુ પણ વેન્ટિલેટર પર

સાઉથના સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા 2 માત્ર તેના બોક્સ ઓફિસ કલેક્શન માટે જ નહીં પરંતુ હૈદરાબાદ થિયેટરમાં થયેલી નાસભાગ માટે

પુષ્પા 2 નાસભાગ કેસ: ઘટનામાં ઘાયલ 8 વર્ષનો બાળક હજુ પણ વેન્ટિલેટર પર

સાઉથના સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા 2 માત્ર તેના બોક્સ ઓફિસ કલેક્શન માટે જ નહીં પરંતુ હૈદરાબાદ થિયેટરમાં થયેલી નાસભાગ માટે પણ ચર્ચામાં છે. આ નાસભાગમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. સાથે જ મહિલાના આઠ વર્ષના બાળકને પણ ઈજા થઈ હતી. ઘટના બાદ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તે બાળકની તબિયત અંગે અપડેટ આવ્યું છે. માહિતી મુજબ, આઠ વર્ષનો બાળક હજુ પણ વેન્ટિલેટર પર છે.

આ પણ વાંચો: બોલિવૂડ એક્ટરે અમિત શાહને પૂછ્યું- રામ અને રાવણ વચ્ચેનું અંતર? મળ્યો આ જવાબ

કેવી છે આઠ વર્ષના બાળકની તબિયત?

રિપોર્ટ અનુસાર "8 વર્ષનો બાળક હજુ પણ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં વેન્ટિલેટર પર છે. બાળક હેમોડાયનેમિક તરીકે સ્થિર છે. જો કે, બાળકને વારંવાર તાવ આવે છે,"

હૈદરાબાદ નાસભાગનો શું હતો સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે 4 ડિસેમ્બર 2024ના રોજ અલ્લુ અર્જુન પોતાની ફિલ્મના પ્રિમિયર માટે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. તેમણે તેના ચાહકો સાથે ફિલ્મ જોવાનું આયોજન કર્યું હતું. અલ્લુ અર્જુનને જોવા માટે સંધ્યા થિયેટરની બહાર મોટી સંખ્યામાં ચાહકો આવતા હતા. આ દરમિયાન નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે તેના આઠ વર્ષના બાળકને ઈજા થઈ હતી.

અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા 

આ મામલે અલ્લુ અર્જુન સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનની શુક્રવારે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. અલ્લાબ અર્જુનના ચાહકો તેની ધરપકડથી ચોંકી ગયા હતા. નામપલ્લી ક્રિમિનલ કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો. જો કે તેને હાઈકોર્ટમાંથી રાહત મળી હતી. હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ અલ્લુ અર્જુનને જેલમાં એક રાત વિતાવવી પડી હતી.

આ સમાચાર શેર કરો