મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO : લેડી લવને દર્દમાં જોઈને હૃતિક પોતાની જાતને રોકી ન શક્યો, અભિનેતા પાપારાઝી પર ગુસ્સે થયો

હૃતિક રોશન અને સબા આઝાદ એક પાર્ટી માટે જઈ રહ્યાં હતાં ત્યારે પાપારાઝી ફોટોગ્રાફરોએ સબાને ઘેરી લીધી હતી. તેનાથી હૃતિક ભા

VIDEO : લેડી લવને દર્દમાં જોઈને હૃતિક પોતાની જાતને રોકી ન શક્યો, અભિનેતા પાપારાઝી પર ગુસ્સે થયો

હૃતિક રોશન અને સબા આઝાદ એક પાર્ટી માટે જઈ રહ્યાં હતાં ત્યારે પાપારાઝી ફોટોગ્રાફરોએ સબાને ઘેરી લીધી હતી. તેનાથી હૃતિક ભારે નારાજ થઈ ગયો હતો અને આ ફોટોગ્રાફર્સ ખરેખર પજવણી કરી રહ્યા છે તેવી કોમેન્ટ કરી હતી. પાપારાઝીઓએ હૃતિકને ગુસ્સે થયેલો જોઈ તેની માફી પણ માગી હતી. 

ફિલ્મ સર્જક સિદ્ધાર્થ આનંદની પત્નીની બર્થ ડે પાર્ટી એટેન્ડ કરવા માટે હૃતિક અને સબા એક રેસ્ટોરાંમાં પહોંચ્યાં હતાં. તે દરમિયાન પાપારાઝીઓએ તેમની તસવીરો ખેંચવા માટે પડાપડી કરી હતી. આ ધમાલમાં હૃતિક થોડો આગળ નીકળી ગયો હતો જ્યારે સબાનો રસ્તો રોકી લેવાતાં તે પાછળ અટકી ગઈ હતી. 

આ જોઈને હૃતિક અતિશય ગુસ્સે ભરાયો હતો. તે પાછો આવ્યો હતો અને સબાને હાથ પકડીને સલામત રીતે દોરી ગયો હતો. હૃતિકે ફોટોગ્રાફર્સને આ રીતે તેની અંગત પળોમાં દખલ દેવા બદલ આકરા શબ્દોમાં ઝાટક્યા હતા. આથી ફોટોગ્રાફર્સએ તેની માફી પણ માગી લીધી હતી. 

પાછલા કેટલાક સમયમાં હૃતિક ફોટોગ્રાફર્સ પર ભડક્યો હોય તેવું એકથી વધુ વાર બન્યું છે. 

આ સમાચાર શેર કરો