મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

તૈમૂરે એક વખત કરીનાને પૂછ્યો હતો એવો સવાલ કે ચોંકી ગઈ હતી એક્ટ્રેસ, પછી આપ્યો આ જવાબ

કરીના કપૂર ખાન હાલ તેની ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ

તૈમૂરે એક વખત કરીનાને પૂછ્યો હતો એવો સવાલ કે ચોંકી ગઈ હતી એક્ટ્રેસ, પછી આપ્યો આ જવાબ

કરીના કપૂર ખાન હાલ તેની ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ માટે ઘણી પ્રશંસા મેળવી રહી છે. કરીના હંમેશા પોતાની અંગત લાઈફને લઈને ચર્ચામાં રહે છે. સૈફ અલી ખાન સાથેના લગ્ન બાદ કરીનાનું ઈન્ડસ્ટ્રીમાં સ્ટેટસ બદલાઈ ગયું છે. આ પછી તેણે બે દીકરા તૈમૂર અને જેહને પણ જન્મ આપ્યો. કરીનાના બંને દીકરા અવારનવાર મીડિયાની લાઇમલાઇટમાં રહે છે. ઘણીવાર પાપારાઝી પણ તેમની આગળ-પાછળ કેમેરા લઈને ફરતા રહે છે. હવે કરીનાએ આ બધા પર તૈમૂરની પ્રતિક્રિયા વિશે જણાવ્યું છે. આ સાથે કરીનાને પૂછવામાં આવ્યું કે, શું તૈમુર અને જેહે તેની કોઈ ફિલ્મ જોઈ છે. આ અંગે કરીનાની પ્રતિક્રિયા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તૈમૂરે કર્યો કરીના કપૂર ખાનને આવો સવાલ

કરીના કપૂર ખાને કહ્યું કે, તૈમૂર તેને પૂછે છે કે 'શું હું ખૂબ ફેમસ છું' જેના પર તેણે પ્રતિક્રિયા આપી અને કહ્યું 'ના બેટા, હું ફેમસ છું, તું નહીં.' આ સાથે તેણે ખુલાસો કર્યો કે, તૈમૂરને ફૂટબોલમાં ઘણો રસ છે અને તે અત્યારે તે ફીલ્ડમાં ફેમસ થવા માગે છે. 

કરીનાને જ્યારે પૂછવામાં આવ્યું કે જેહ અને તૈમૂર ફિલ્મો જુએ છે. અથવા તે સૈફ અને તેની બંને ફિલ્મો બતાવવા માગશે. તો કરીનાએ કહ્યું, 'તેના પિતા (સૈફ અલી ખાન) સાથે ઓમકારા તેના માટે થોડી ચોંકાવનારી ફિલ્મ બની શકે છે. પરંતુ કદાચ તેને ‘જબ વી મેટ’ ગમશે. તેણે ફિલ્મો જોવાનું શરૂ કર્યું નથી. જોકે, તૈમૂરે તેના પિતા સૈફ સાથે ‘ભૂલ ભૂલૈયા’ જોઈ છે.

આ સમાચાર શેર કરો