VIDEO: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ને વધુ એક કલાકારે કર્યું અલવિદા, 16 વર્ષની સફર કરી પૂરી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ઘણા સમયથી દર્શકોનો ફેવરિટ છે. વર્ષ 2008થી ટીવી પર રાજ કરી રહેલા આ શોના પાત્રો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ઘણા સમયથી દર્શકોનો ફેવરિટ છે. વર્ષ 2008થી ટીવી પર રાજ કરી રહેલા આ શોના પાત્રો સાથે લોકો જોડાયેલા છે. શોના દરેક પાત્રનું વિશેષ મહત્વ છે. હવે આ શોને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જો કે આ શોને ઘણા કલાકારોએ અલવિદા કહી દીધું છે, ત્યારે હવે 16 વર્ષ બાદ હજુ એક પાત્ર આ શોને અલવિદા કહેશે. ખરેખર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે શો છોડી દીધો છે. નિર્માતાઓએ નવા અભિનેતાનો પરિચય આપતો વિડિયો શેર કર્યો છે જે તેની જગ્યાએ ભૂમિકા ભજવશે.
કુશ શાહે શો માટે આભાર વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં અભિનેતાએ કહ્યું હતું કે જયારે આ શો શરુ થયો હતો, ત્યારે હું યંગ હતો. તમે અને આ પરિવારે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. મેં અહીં ઘણી યાદો બનાવી છે અને મેં આ શોમાં ખૂબ એન્જોય કર્યું છે. તેમજ મેં શોમાં મારું નાનપણ વિતાવ્યું છે. આ સફર માટે હું આસિત મોદીનો આભારી છું, જેણે મને મને ગોલીમાં પરિવર્તિત કર્યો.' કુશ શાહે વધુમાં કહ્યું કે, 'તમારો ગોલી એવો જ રહેશે. એ જ ખુશી, એ જ હાસ્ય, એ જ તોફાન, શોમાં એક અભિનેતા બદલાઈ શકે છે, પણ પાત્ર નહીં.'
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકારોએ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં ગોલી કેક કાપતો જોવા મળી રહ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી લાંબી ચાલતી સિરિયલોમાંની એક છે. આ શ્રેણી ગોકુલધામ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પર આધારિત છે અને તેના સભ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેઓ ભારતમાં વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે.
આ સ્ટાર્સે શોને કરી ચૂક્યા છે અલવિદા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો 2008થી ટીવી પર રાજ કરી રહી છે. દિશા વાકાણી, ભવ્ય ગાંધી, ગુરુચરણ સિંહ, શૈલેષ લોઢા, નેહા મહેતા, જેનિફર મિસ્ત્રી અને ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટે પણ શો છોડી દીધો છે.








