Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Supreme Court stays release of Manoj Bajpayee's film 'Ghooskhor Pandit'

નવું ટાઈટલ નહીં જણાવે ત્યાં સુધી 'Ghooskhor Pandat'ની રિલીઝ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
નવું ટાઈટલ નહીં જણાવે ત્યાં સુધી 'Ghooskhor Pandat'ની રિલીઝ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
સોર્સ : GSTV

સુપ્રીમ કોર્ટે ફિલ્મ 'ઘૂસખોર પંડત' ના ટાઈટલને લઈને ફિલ્મમેકર નીરજ પાંડેની ઝાટકણી કાઢી છે. કોર્ટે જણાવ્યું કે આ ટાઈટલ સમાજના એક ચોક્કસ વર્ગને બદનામ કરે છે અને નૈતિકતાની વિરુદ્ધ છે. જ્યાં સુધી નવું ટાઈટલ નક્કી કરવામાં ન આવે, ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે.

App Store

મનોજ બાજપેયીની ફિલ્મ 'ઘૂસખોર પંડત'ના મામલામાં સુપ્રીમ કોર્ટે ફિલ્મમેકર નીરજ પાંડેને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે, "તમે આવું ટાઈટલ વાપરીને સમાજના એક હિસ્સાને શા માટે બદનામ કરી રહ્યા છો?"

સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, "જ્યાં સુધી તમે અમને બદલાયેલું ટાઈટલ નહીં જણાવો, ત્યાં સુધી અમે ફિલ્મ રિલીઝ થવા દઈશું નહીં."

કોર્ટે વધુમાં ઉમેર્યું કે આ ફિલ્મનું શીર્ષક નૈતિકતા અને પબ્લિક ઓર્ડરની વિરુદ્ધ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે નેટફ્લિક્સ પર ફિલ્મની રિલીઝ રોકવાની અરજી પર કેન્દ્ર સરકાર, CBFC અને નીરજ પાંડેને નોટિસ પાઠવી છે.

ક્યારે અને કેવી રીતે શરૂ થયો વિવાદ?

નોંધનીય છે કે, ગત 3 ફેબ્રુઆરી 2026 ના રોજ નેટફ્લિક્સે વર્ષ 2026 માટે તેના 'ઈન્ડિયા પ્લાન'ની જાહેરાત કરી હતી.

આ પ્લાન અંતર્ગત મનોજ બાજપેયીની ફિલ્મ 'ઘૂસખોર પંડત'નું ટીઝર રિલીઝ કરીને જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ટાઈટલને લઈને તરત જ વિવાદ શરૂ થયો અને લોકો વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા. ત્યારબાદ આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

આ ફિલ્મમાં મનોજ બાજપેયી એક ભ્રષ્ટ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે, જેમને પોલીસ વિભાગમાં 'પંડત' તરીકે ઓળખવામાં આવે છે. ટાઈટલ રિલીઝ થતાની સાથે જ શરૂ થયેલો આ વિવાદ હવે કાયદાકીય ગૂંચમાં ફસાયો છે.

આ કેસની આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ થશે.