'મુન્નાભાઈ MBBS' અને '3 ઇડિયટ્સ'ની સિક્વલ અંગે રાજકુમાર હિરાનીએ આપ્યું અપડેટ, જણાવ્યું કેમ લાગી રહ્યો છે સમય

કેટલીક બોલિવૂડ ફિલ્મો એવી હોય છે, જે લોકો વચ્ચે હંમેશા માટે યાદગાર બની જાય છે અને ફેન્સના દિલની ખૂબ નજીક હોય છે. આવી જ એક ફિલ્મ ફ્રેન્ચાઈઝી 'મુન્નાભાઈ MBBS' અને '3 ઇડિયટ્સ' છે. ફેન્સ વર્ષોથી જવાબો શોધી રહ્યા છે કે શું આખરે તેની સિક્વલ બનશે? પરંતુ હવે ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાનીએ આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે અને ખુલાસો કર્યો છે કે બંને ફિલ્મોની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે. તેણે અ પણ જણાવ્યું છે કે તેના પર કોઈ અપડેટ કેમ નથી આવી રહ્યું.
'મુન્નાભાઈ MBBS', 'લગે રહો મુન્નાભાઈ' અને '3 ઇડિયટ્સ' જેવી પોતાની ગ્રાઉન્ડબ્રેકિંગ ફિલ્મોથી લોકોના દિલ જીતી લેનારા ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાનીએ હવે ચાલી રહેલી ચર્ચા પર પોતાનું મૌન તોડ્યું છે. વર્ષોથી 'મુન્નાભાઈ MBBS' અને '3 ઇડિયટ્સ' ની સિક્વલ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં ફિલ્મ નિર્માતાએ બંને પ્રોજેક્ટ્સમાં વિલંબનું કારણ જાહેર કર્યું. તેણે એમ પણ કહ્યું કે હાલમાં બંનેની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.
સ્ક્રિપ્ટમાં કેમ સમય લાગી રહ્યો છે?
એક મીડિયા આઉટલેટ સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે બંને ફિલ્મોની કલ્પના અને સ્ક્રિપ્ટ તૈયાર થઈ રહી છે, પરંતુ તે ખાસ કરીને 'મુન્ના ભાઈ 3' માટે યોગ્ય એન્ડ શોધવામાં સંઘર્ષ કરી રહ્યો છે. રાજકુમાર હિરાનીએ જણાવ્યું કે 'મુન્ના ભાઈ 3' માટે તેનો વિચાર ભવ્ય છે, પરંતુ તે હજુ પણ વાર્તા માટે યોગ્ય ક્લાઈમેક્સ નથી શોધી શક્યો. જેના પરિણામે સ્ક્રિપ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં સમય લાગી રહ્યો છે.
ઓફિશિયલ નથી થઈ ફિલ્મ
'3 ઇડિયટ્સ' ની સિક્વલ અંગે હિરાનીએ કહ્યું કે અચાનક તેના મગજમાં એક નવો વિચાર આવ્યો અને તે તેના પર કામ કરી રહ્યો છે. જોકે, તેણે એ પણ સ્વીકાર્યું કે '3 ઇડિયટ્સ 2' ને સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ નથી આપવામાં આવ્યું અને સિક્વલની સ્ક્રિપ્ટ પણ અંતિમ સ્વરૂપ નથી આપવામાં આવી. બંને ફિલ્મોના અપડેટ્સ દર્શકો માટે ખૂબ જ રોમાંચક રહેશે. હવે તે જોવાનું બાકી છે કે સત્તાવાર જાહેરાત ક્યારે કરવામાં આવશે.

