Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Sunita shares old picture with Govinda, photo goes viral amid couple's dispute

સુનીતાએ શેર કરી ગોવિંદા સાથેની જૂની તસવીર, દંપતીના વિવાદ વચ્ચે ફોટો થયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 11 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સુનીતાએ શેર કરી ગોવિંદા સાથેની જૂની તસવીર, દંપતીના વિવાદ વચ્ચે ફોટો થયો વાયરલ
સોર્સ : GSTV

ગોવિંદા અને સુનીતા આહુજાનું અંગત જીવન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. બંને વચ્ચે અણબનાવના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. સુનીતાએ તો ગોવિંદા પર છેતરપિંડી (ચીટિંગ)નો આરોપ પણ લગાવ્યો હતો. જ્યારે ગોવિંદાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ વિવાદ વચ્ચે હવે સુનીતાએ સોશિયલ મીડિયા પર ગોવિંદા સાથેની એક જૂની તસવીર શેર કરી છે.

App Store

સુનીતાએ ફોટો શેર કર્યો

આ તસવીરમાં ગોવિંદા અને સુનીતા સાથે અભિનેતાના માતા નિર્મલા દેવી પણ જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરતા સુનીતાએ લખ્યું, ‘જૂના સારા દિવસો, જલ્દી પાછા આવશે. જય માતા દી.’ સુનીતાની આ પોસ્ટ પર તેમની પુત્રી ટીના આહુજાએ હાર્ટ ઇમોજી શેર કર્યા છે. તો ગોવિંદાની ભાણી આરતી સિંહે પણ આ પોસ્ટ પર પ્રેમ વરસાવ્યો હતો અને પ્રતિક્રિયા આપી હતી. 

લોકોની પ્રતિક્રિયાઓ

સુનીતાની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સની અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે: એક યુઝરે લખ્યું, "સુનીતા મેમ, તમે તમારો સંસાર બગાડો નહીં. બહારના લોકો તો માત્ર તમાશો જોતા હોય છે." અન્ય એક યુઝરે સલાહ આપતા લખ્યું, "જો તમે તમારા પતિને પ્રેમ કરો છો, તો તેમના વિશે ખરાબ ન બોલો. બહારના લોકો કંઈ ઠીક નહીં કરે, તમારે જ બધું સંભાળવું પડશે." ઘણા ચાહકોએ લખ્યું કે, તમે બંને સાથે ખૂબ જ સુંદર લાગો છો.

સુનીતાએ લગાવ્યો હતો ચીટિંગનો આરોપ

ઉલ્લેખનીય છે કે, સુનીતાએ થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યુમાં સંકેત આપ્યો હતો કે, ગોવિંદાનું અફેર 'કોમલ' નામની યુવતી સાથે ચાલી રહ્યું છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચી ગઇ હતી.

ગોવિંદાનો વળતો જવાબ

તાજેતરમાં ANIને આપેલા ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ આ આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, “મારા પર ક્યારે આરોપ નથી લાગ્યા? જે આરોપ લગાવી રહ્યા છે તે મારો બાળપણનો પ્રેમ છે. હવે લોકો જે વિચારી રહ્યા છે તે કદાચ ઘડપણનો પ્રેમ હોઈ શકે.”

કોઈને ક્યારેય ખરાબ નજરથી નથી જોઈ

ગોવિંદાએ વધુમાં ઉમેર્યું હતુ કે, "મેં 4 સુપરસ્ટાર અને મિસ યુનિવર્સ અભિનેત્રીઓ ઉપરાંત અનેક અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, પણ મેં ક્યારેય કોઈને ખરાબ નજરથી નથી જોઈ. મારી એક પણ હિરોઈન એવી નથી જે એમ કહી શકે કે મેં તેને પરેશાન કરી હોય કે પછી અપશબ્દ કહ્યા હોય." સુનીતા દ્વારા 'કોમલ' નામની યુવતી સાથે તેનું નામ જોડવા પર ગોવિંદાએ વ્યંગમાં કહ્યું, “તે જે કોમલ નામ લઈ રહી છે, તે બદલ હું આભાર માનું છું કે હું આજે સલામત છું. આટલી વાતમાં તો આજકાલના યુવાનો ખબર નહીં કેવી-કેવી ગાળો આપી દેતા હોય છે.”