Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Superstar Vijay Thalapathy, who ruled the 200 crore club, will now say goodbye to films!

200 કરોડની ક્લબમાં રાજ કરનાર સુપરસ્ટાર વિજય થલપતિ હવે ફિલ્મોને કહેશે અલવિદા! 2026માં આવશે છેલ્લી ફિલ્મ

Timeછેલ્લું અપડેટ : 14 Dec 2025
લાઇવ ટીવીGoogle News
200 કરોડની ક્લબમાં રાજ કરનાર સુપરસ્ટાર વિજય થલપતિ હવે ફિલ્મોને કહેશે અલવિદા! 2026માં આવશે છેલ્લી ફિલ્મ
સોર્સ : GSTV

Thalapathy Vijay: ભારતમાં અનેક એવા સ્ટાર્સ છે, જે રાજકારણમાં જોડાયા હોય. આજે અમે પણ એક એવા જ એક એક્ટરના કરિયરની સફળતા અને લોકપ્રિયતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે એક્ટિંગની સાથે રાજકારણમાં પણ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. આ એક્ટરે પોતાની ખુદની પાર્ટી બનાવી અને તેની સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ છોડી દેવાનું નક્કી કર્યું હતું. ફિલ્મો દ્વારા લોકોનું દિલ જીતનારા સુપરસ્ટારનો બોલિવૂડ સાથે કોઈ સંબંધ નથી. આ સ્ટાર તમિળ સિનેમામાંથી છે. અહીં વાત કરવામાં આવી રહી છે સાઉથના સૌથી પ્રખ્યાત સ્ટાર્સમાંથી એક થલપતિ વિજયની. 

App Store

વિજયે પોતાના અઢી દાયકાથી વધુના કરિયરમાં એકથી એક ફિલ્મો આપી છે અને તેની અનેક ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે. થલપતિએ પોતાના કરિયરમાં સતત 8 એવી ફિલ્મો આપી છે, જેણે બોક્સ ઓફિસ પર 200 કરોડ અથવા તેનાથી વધુની કમાણી કરી હોય. 

વિજયની બેક ટૂ બેક આઠ 200 કરોડની ફિલ્મ

વિજયનો જન્મ 22 જૂન, 1974માં ચેન્નઈમાં થયો હતો. તેણે જે બેક ટૂ બેક આઠ 200 કરોડની ફિલ્મ આપી તેની શરૂઆત 2017માં આવેલી ફિલ્મ માર્શલથી થાય છે. તેણે વર્લ્ડવાઇડ 220 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ ફિલ્મ સરકારે 252 કરોડની કમાણી કરી હતી. 

આ લિસ્ટમાં ત્રીજી ફિલ્મ બિજિલ (295 કરોડની કમાણી) છે. ચોથી ફિલ્મ માસ્ટર (223 કરોડની કમાણી), પાંચમી ફિલ્મ બીસ્ટ છે, જેણે 216 કરોડની કમાણી કરી હતી. આ લિસ્ટમાં છઠ્ઠી ફિલ્મ વારિસુ છે. 2023માં આવેલી ફિલ્મે વર્લ્ડવાઇડ 297 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી, સાતમાં નંબરે લિયો (623 કરોડની કમાણી) અને 2024માં આવેલી ફિલ્મ 'ગોટ' 455 કરોડની કમાણી સાથે આઠમાં નંબરે છે. 

51 વર્ષની ઉંમરે નિવૃત્તિ

વિજયે 2 ફેબ્રુઆરી 2024ના દિવસે પોતાની રાજકીય પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ની જાહેરાત કરી હતી. વર્ષ 2026માં વિજયની છેલ્લી ફિલ્મ 'જન નાયકન' રિલિઝ થશે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ સંપૂર્ણ રીતે રાજકારણમાં એક્ટિવ થઈ જશે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લેશે.