મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સની દેઓલે પિતા ધર્મેન્દ્રની તસવીરો શેર કરીને લખ્યું કંઈક એવું કે વધી ગઈ ફેન્સની ચિંતા

બોલિવૂડના પાવરફુલ એક્ટર અને દિગ્ગજ સુપરસ્ટાર ધર્મેન્દ્રનો દીકરો સની દેઓલ સોશિયલ મીડ

સની દેઓલે પિતા ધર્મેન્દ્રની તસવીરો શેર કરીને લખ્યું કંઈક એવું કે વધી ગઈ ફેન્સની ચિંતા

બોલિવૂડના પાવરફુલ એક્ટર અને દિગ્ગજ સુપરસ્ટાર ધર્મેન્દ્રનો દીકરો સની દેઓલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દરરોજ સની પોતાના જીવનની અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. તાજેતરમાં, તેણે તેના પિતા ધર્મેન્દ્રની કેટલીક તસવીરો શેર કરી અને તેની સાથે લખ્યું 'આઈ મિસ યુ પાપા'. એક તરફ, કેટલાક ફેન્સ તેની પોસ્ટ પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા તો કેટલાક યુઝર્સ ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત પણ જોવા મળ્યા હતા.

બહેન ઈશાએ પણ સનીની પોસ્ટ પર કરી કોમેન્ટ

સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ધર્મેન્દ્રની બે તસવીરો શેર કરી છે. તેમાંથી એકમાં ધર્મેન્દ્ર ખુરશી પર બેઠેલો જોવા મળ્યો હતો. તો બીજીમાં તે દિવાલ સામે ઉભા રહીને પોઝ આપતો જોવા મળે છે. આ તસવીરોમાં ધર્મેન્દ્રએ ચેક્ડ શર્ટ સાથે બ્લુ જીન્સ પહેર્યું છે. તેણે તેના માથા પર ટોપી પણ પહેરી હતી. તેની આ સ્માઇલ હવે તેના ફેન્સના દિલ જીતી રહી છે.

સની દેઓલે લખ્યું આ ખાસ કેપ્શન

આ તસવીરો શેર કરતી વખતે સનીએ કેપ્શનમાં લખ્યું કે, 'પાપા મિસિંગ યુ' આની સાથે એક્ટરે ઘણા રેડ હાર્ટ ઇમોજી પણ મૂક્યા છે. ફેન્સ ઉપરાંત હવે ઘણા સેલેબ્સ પણ સનીની આ પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ સિવાય સની દેઓલની સાવકી બહેન એશા દેઓલે પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી અને બ્લેક હાર્ટ સાથે એવિલ આઇની ઈમોજી બનાવી હતી. આ સિવાય ઘણા યુઝર્સ એવું કહેતા પણ જોવા મળ્યા હતા કે, આવા કેપ્શન કોણ લખે છે, તમે લવ યુ પણ લખી શકો છો, ખરું ને? પોસ્ટ જોઈને ફેન્સ ધર્મેન્દ્રની તબિયતને લઈને ચિંતિત છે.

આ ફિલ્મમાં જોવા મળ્યો હતો સની દેઓલ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની દેઓલ છેલ્લે ફિલ્મ 'ગદર 2'માં જોવા મળ્યો હતો. જેમાં તે અમીષા પટેલ સાથે હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી હતી અને કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ધર્મેન્દ્ર ફિલ્મોમાં પણ એક્ટિવ છે. તે છેલ્લે શાહિદ કપૂર સાથે 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'માં જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો