મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

માનવ તસ્કરીમાંથી બચાવી 400 છોકરીઓ, રીલ નહીં રિયલ લાઇફ હીરો છે આ સુપરસ્ટાર

બોલિવૂડમાં એક એવો સુપરસ્ટાર છે, જે માત્ર રીલ જ નહીં પરંતુ રિયલ લાઈ

માનવ તસ્કરીમાંથી બચાવી 400 છોકરીઓ, રીલ નહીં રિયલ લાઇફ હીરો છે આ સુપરસ્ટાર

બોલિવૂડમાં એક એવો સુપરસ્ટાર છે, જે માત્ર રીલ જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ હીરો છે. આ સુપરસ્ટાર છેલ્લા 26 વર્ષથી માનવ તસ્કરી વિરોધી અભિયાન સાથે જોડાયેલો છે અને તેણે આ અભિયાન દ્વારા લગભગ 400 છોકરીઓ બચાવી છે. એક સમય એવો હતો જ્યારે અંડરવર્લ્ડ તેની પાછળ હતું. હા...આ સુપરસ્ટાર બીજું કોઈ નહીં પણ સુનીલ શેટ્ટી છે.

છોકરીઓને માનવ તસ્કરીમાંથી બચાવી

સુનીલ શેટ્ટીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જ્યાં તેને માનવ તસ્કરી સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં સુનીલ શેટ્ટીએ માનવ તસ્કરી સામે છોકરીઓને બચાવવાનો તમામ શ્રેય તેની સાસુ વિપુલા કાદરીને આપ્યો છે. સુનીલ શેટ્ટીએ ઈન્ટરવ્યુમાં કહ્યું- તેની સાસુ ભારતમાં ટ્રાફિકિંગ ઇન ઈન્ડિયા નામની એક એનજીઓ ચલાવતાં હતાં. જેનું નામ બદલીને વિપલા ફાઉન્ડેશન કરવામાં આવ્યું કારણ કે નામને લઈને સમસ્યા થઈ રહી હતી.

400 છોકરીઓને બચાવી

ઈન્ટરવ્યુમાં જ સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, તેની સાસુએ અનેક એનજીઓ સાથે મળીને દુનિયાભરમાંથી 400થી વધુ છોકરીઓને બહાર કાઢવાનું સાહસિક કામ કર્યું છે. સુનીલ શેટ્ટીએ પણ ઈન્ટરવ્યુમાં કહ્યું - તેણે ક્યારેય આ વિશે વાત કરી નથી અને ઈચ્છતા પણ નથી, કારણ કે તે માને છે કે, તેનાથી નુકસાન થઈ શકે છે અને ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સુનીલ શેટ્ટીએ એમ પણ કહ્યું કે, આવી બાબતોને ગુપ્ત રાખવામાં આવે છે. માત્ર ઉચ્ચ અધિકારીઓ પાસે જ માહિતી છે. પોતાને એક મેસેન્જર ગણાવતા સુનીલ શેટ્ટીએ માનવ તસ્કરીના ઓપરેશનમાં છોકરીઓને બચાવવાનો તમામ શ્રેય તેનાં સાસુને આપ્યો છે.

અંડરવર્લ્ડ પણ પડ્યું પાછળ

સુનીલ શેટ્ટીએ કહ્યું- આ કેમ્પેઈનને કારણે અંડરવર્લ્ડ એકવાર તેની પાછળ પડી ગયું હતું. ત્યારબાદ મિત્રો અને પોલીસની મદદથી તે છુટકારો મેળવવામાં સફળ રહ્યો હતો. સુનીલ શેટ્ટીએ એમ પણ કહ્યું કે, આજે પણ તે આ કામ પોતાના ભાઈ-બહેનો સાથે કરે છે અને તેને આ કામથી સંતોષ મળે છે.

આ સમાચાર શેર કરો