મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'સ્ત્રી 2'એ કરી મહાબંપર ઓપનિંગ, KGF 2, 'વૉર' અને 'ગદર 2' પણ રહી પાછળ, બની વર્ષની સૌથી મોટી ફિલ્મ

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત 'સ્ત્રી 2' વર્

'સ્ત્રી 2'એ કરી મહાબંપર ઓપનિંગ, KGF 2, 'વૉર' અને 'ગદર 2' પણ રહી પાછળ, બની વર્ષની સૌથી મોટી ફિલ્મ

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત 'સ્ત્રી 2' વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ હતી. આ ફિલ્મના ગીતો અને ટ્રેલરે રિલીઝ પહેલા જ એવું વાતાવરણ ઊભું કર્યું હતું કે, લોકોમાં આ હોરર કોમેડી વિશે ખૂબ જ ઉત્સુકતા હતી. આ ઉપરાંત ટિકિટો એડવાન્સમાં બુક થઈ ગઈ હતી. પરિણામે, આ ફિલ્મે રિલીઝ પહેલા જ પ્રી-ટિકિટ સેલમાં કરોડોનું કલેક્શન કર્યું હતું. જ્યારે સ્વતંત્રતા દિવસના અવસરે 'સ્ત્રી 2' થિયેટર્સમાં રિલીઝ થઈ ત્યારે લોકો તેને જોવા માટે થિયેટર્સમાં ઉમટી પડ્યા હતા. ચાલો જાણીએ કે, આ હોરર કોમેડી ફિલ્મે રિલીઝના પહેલા દિવસે કેટલું કલેક્શન કર્યું છે?

'સ્ત્રી 2' એ તેની રિલીઝના પહેલા દિવસે કેટલી કમાણી કરી?

'સ્ત્રી 2'ની 15 ઓગસ્ટે થિયેટરમાં અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ અને જોન અબ્રાહમની ‘વેદા’ સાથે ટક્કર હતી. જોકે, આ બે મોટી ફિલ્મોની રિલીઝને કારણે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ પર કોઈ અસર થઈ નથી. એડવાન્સ બુકિંગમાં 'સ્ત્રી 2' એ ‘ખેલ ખેલ મેં’ અને ‘વેદા’ને માત આપી હતી એટલું જ નહીં, બોક્સ ઓફિસ પર પણ 'સ્ત્રી 2'એ જોરદાર કમાણી કરીને આ બંને ફિલ્મોને ઘણી પાછળ છોડી દીધી છે. શ્રદ્ધા કપૂરની ફિલ્મે તેના પેઇડ પ્રિવ્યૂઝથી પણ કમાણી કરી છે. હવે 'સ્ત્રી 2'ની રિલીઝના પહેલા દિવસના પ્રારંભિક આંકડા આવી ગયા છે.

Sacknilkના રિપોર્ટ અનુસાર, તેણે તેની રિલીઝના પહેલા દિવસે ગુરુવારે 46 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બુધવારે, ફિલ્મે પેઇડ પ્રીવ્યૂથી 8.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે 'સ્ત્રી 2' એ પેઇડ પ્રિવ્યૂ અને ફર્સ્ટ ડે કલેક્શન સહિત રૂ. 54 કરોડની કમાણી કરી છે.

'સ્ત્રી 2' એ ‘KGF 2’, 'વૉર' અને ‘ગદર 2’નો રેકોર્ડ તોડ્યો

'સ્ત્રી 2'નો ક્રેઝ ઓડિયન્સના માથા પર ચઢી ગયો છે અને સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરીથી લઈને સ્ટારકાસ્ટના અભિનય સુધી તેણે દર્શકોના દિલ જીતી લીધા છે. જેના કારણે 'સ્ત્રી 2'ની બમ્પર ઓપનિંગ થઈ છે. 54 કરોડની મજબૂત ઓપનિંગ સાથે, આ ફિલ્મે ‘KGF 2’ અને 'વૉર' સહિત ઘણી ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનના રેકોર્ડ તોડી નાખ્યા છે. બોલિવૂડ હંગામાના ડેટા અનુસાર 'સ્ત્રી 2' એ ઓપનિંગ ડે પર 54 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તો ‘KGF ચેપ્ટર 2’નું પહેલા દિવસનું કલેક્શન રૂ. 53.95 કરોડ હતું. 'વૉર'એ  ઓપનિંગ ડે પર 53.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘બાહુબલી 2’એ પહેલા દિવસે 41 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે ‘ગદર 2’એ ઓપનિંગ ડે પર 40.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

'સ્ત્રી 2'ની સ્ટાર કાસ્ટ

'સ્ત્રી 2'માં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી સહિત ઘણા કલાકારોએ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને તમન્ના ભાટિયાએ કેમિયો કર્યો છે. મેડૉક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોના બેનર હેઠળ દિનેશ વિજન અને જ્યોતિ દેશપાંડે દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો