મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

‘ઈમરજન્સી’ની રિલીઝ પર લટકી તલવાર, હવે આર્થિક તંગીનો સામનો કરી રહી છે કંગના રણૌત!

અભિનેત્રી અને સાંસદ કંગના રણૌત તેની ફિલ્મ 'ઈમરજન્

‘ઈમરજન્સી’ની રિલીઝ પર લટકી તલવાર, હવે આર્થિક તંગીનો સામનો કરી રહી છે કંગના રણૌત!

અભિનેત્રી અને સાંસદ કંગના રણૌત તેની ફિલ્મ 'ઈમરજન્સી'ની રિલીઝની રાહ જોઈ રહી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે થિયેટરમાં આવવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. કંગના રણૌતે હાલમાં જ કેટલાક ઈન્ટરવ્યુ આપ્યા છે, જેમાં તેણે ફિલ્મ ‘ઈમરજન્સી’ વિશે ઘણી વાતો કરી છે. આમાંથી એકમાં તેણે પોતાનો બંગલો વેચવાની વાત કરી હતી અને તેણે આવું કેમ કર્યું તે પણ જણાવ્યું હતું.

કંગનાએ પ્રોપર્ટી વેચવાની કરી હતી વાત

તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે, કંગનાએ મુંબઈમાં પોતાનો પાલી હિલ બંગલો વેચવાની યોજના બનાવી છે. અભિનેત્રીએ આ વિશે વાત કરતા જણાવ્યું કે, તેણે ફિલ્મ ‘ઈમરજન્સી’ની રિલીઝ પર પોતાની તમામ પ્રોપર્ટીનું રોકાણ કરી દીધું છે.

2020માં તોડી પાડવામાં આવ્યો હતો કંગનાનો બંગલો

કંગનાએ જે પ્રોપર્ટી વેચી છે તે વિવાદાસ્પદ માનવામાં આવે છે. 2020માં, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ તેનો એક ભાગ તોડી નાખ્યો. આ ત્યારે થયું જ્યારે કંગનાએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી અને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસ પર શિવસેનાના સાંસદ સંજય રાઉત સાથે ટક્કર કરી હતી. ત્યારબાદ ઠાકરે સરકારમાં તેમનો બંગલો તોડી પાડવામાં આવ્યો હતો. BMCએ દાવો કર્યો હતો કે, તેમનો બંગલો ગેરકાયદેસર છે, તેથી તેને તોડી પાડવામાં આવી રહ્યું છે. તોડફોડ બાદ કંગનાને 2 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી જે તેણે લેવાનો ઇનકાર કરી દીધો હતો. પછી એવું બહાર આવ્યું કે, કંગનાએ બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં તેની બહુમાળી મિલકત 32 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, તેણે આવુ કરવું પડ્યું કારણ કે ફિલ્મ ‘ઈમરજન્સી’ની રિલીઝમાં વિલંબને કારણે તેના પૈસા ફસાઈ ગયા હતા.

'ખરાબ સમયમાં જ કામ આવે છે પ્રોપર્ટી'

કંગનાએ આ પ્રોપર્ટીનો ઉપયોગ તેની પ્રોડક્શન કંપની 'મણિકર્ણિકા ફિલ્મ્સ' માટે ઓફિસ તરીકે કર્યો હતો. આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, "ઈમરજન્સી મારી ફિલ્મ હતી જે રિલીઝ થવાની હતી, તેથી મેં આ ફિલ્મ માટે મારી પ્રોપર્ટી દાવ પર લગાવી દીધી અને હવે તે રિલીઝ થઈ નથી." આ મિલકત એટલા માટે છે કે જેથી તે મુશ્કેલ સમયમાં ઉપયોગી થઈ શકે.

આ સમાચાર શેર કરો