મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

‘Dhoom 4’માં આવો હશે રણબીર કપૂરનો લુક? સોશિયલ મીડિયામાં વાયરલ થયો એનિમલ સ્ટારનો ફોટો

રણબીર કપૂર પોતાના નવા લુકને કારણે ચર્ચામાં આવ્યો છે. આ પહેલા ‘Dhoom

‘Dhoom 4’માં આવો હશે રણબીર કપૂરનો લુક? સોશિયલ મીડિયામાં વાયરલ થયો એનિમલ સ્ટારનો ફોટો

રણબીર કપૂર પોતાના નવા લુકને કારણે ચર્ચામાં આવ્યો છે. આ પહેલા ‘Dhoom 4’માં અભિનેતાની એન્ટ્રીના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. હવે સ્ટાર હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમે રણબીર કપૂરના નવા લુકની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રણબીરનો લુક જોઈને લોકો વધુ ઉત્સાહિત થઈ ગયા છે. તેમનું માનવું છે કે, આ લુક ‘Dhoom 4’ માટે નથી. હકીમે મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર સુપરસ્ટાર સાથે ત્રણ તસવીરો શેર કરી હતી. પહેલી તસવીરમાં, રણબીર તેની સાઈડ પ્રોફાઈલ રિવીલ કરતો જોવા મળે છે જેમાં તે શોર્ટ હેરકટમાં જોવા મળે છે. આ ફોટોમાં તેના કાળા ચશ્મા પણ લોકોનું ખૂબ ધ્યાન ખેંચી રહ્યા છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એવા અહેવાલો સામે આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રણબીર ‘Dhoom 4’માં જોવા મળવાનો છે. એવા અહેવાલો પણ હતા કે અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા જય અને અલી તરીકે પાછા ફરશે નહીં. ધૂમ ફ્રેન્ચાઇઝીનો પહેલો ભાગ વર્ષ 2004માં રિલીઝ થયો હતો. સંજય ગઢવી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, જોન અબ્રાહમ, ઉદય ચોપરા, એશા દેઓલ અને રિમી સેન જોવા મળ્યા હતા.

આ પછી ફિલ્મના બીજા ભાગમાં હ્રિતિક રોશન અને ત્રીજા ભાગમાં આમિર ખાન લીડ રોલમાં જોવા મળ્યો હતો. હવે રણબીરને ‘Dhoom 4’માં જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સુકતા છે. હાલમાં ફેન્સ તેની ઓફિશિયલ એનાઉન્સમેન્ટની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેના પછી જ કંઈક સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો