મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની તબિયત બગડતા મોડી રાત્રે કરાયા હોસ્પિટલમાં એડમિટ, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

સુપરસ્ટાર રજનીકાંતને ચેન્નાઈની અપોલો હોસ

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની તબિયત બગડતા મોડી રાત્રે કરાયા હોસ્પિટલમાં એડમિટ, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

સુપરસ્ટાર રજનીકાંતને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચેન્નાઈ પોલીસે જણાવ્યું કે, રજનીકાંતને પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ સોમવારે રાત્રે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક સૂત્રના જણાવ્યા અનુસાર, 73 વર્ષીય અભિનેતાની તબિયત હાલ સ્થિત છે.

હોસ્પિટલમાં એડમિટ કરાયા રજનીકાંત

હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે, અભિનેતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સાઈ સતીશ હેઠળ એક ઇલેક્ટિવ પ્રક્રિયામાંથી પસાર થશે. આ પ્રક્રિયા મંગળવારે કાર્ડિયાક કેથ લેબમાં કરવામાં આવશે. અભિનેતાના હેલ્થ અપડેટની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, અભિનેતાના પરિવાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી.

પત્નીએ આપ્યું અભિનેતાનું હેલ્થ અપડેટ

રજનીકાંતની પત્ની લતાએ અભિનેતાનું હેલ્થ અપડેટ આપ્યું છે. જોકે, તેણે વધુ કંઈ જણાવ્યું ન હતું, તેમણે ફક્ત એટલું જ કહ્યું, "બધું સારું છે." હવે સોશિયલ મીડિયા પર ફેન્સ રજનીકાંતના જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સાઉથના સુપરસ્ટાર છે રજનીકાંત

ફેન્સ રજનીકાંતને પ્રેમથી ‘થલાઈવા’ કહીને બોલાવે છે. તેઓ ભારતીય સિનેમાના સૌથી પ્રસિદ્ધ અને પ્રભાવશાળી અભિનેતાઓમાંના એક છે. તેમની ચાર દાયકા કરતા પણ વધુ શાનદાર કારકિર્દી છે, જેમાં ઘણી આઇકોનિક ફિલ્મો જેમ કે, શિવાજી, બાશા, એન્થિરન (રોબોટ), અન્નાત્થે, પેટ્ટા, કાલા, દરબાર અને કબાલીનો સમાવેશ થાય છે. રજનીકાંત છેલ્લે એક્શન-કોમેડી ફિલ્મ 'જેલર'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 9 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થઈ હતી અને તે વર્ષની સૌથી હિટ ફિલ્મ હતી.

રજનીકાંતની અપકમિંગ ફિલ્મો

રજનીકાંત હાલ લોકેશ કનાગરાજની ફિલ્મ 'કુલી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પહેલા સોમવારે તેઓ દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓ એસ. પી. મુથુરામન અને એવીએમ સરવણનને મળ્યા હતા અને આ મીટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ દરમિયાન, જય ભીમના દિગ્દર્શક ટીજે જ્ઞાનવેલ સાથે રજનીકાંતની ડેબ્યુ ફિલ્મ 'વેટ્ટાઈન' 10 ઓક્ટોબરે સ્ક્રીન પર આવવાની તૈયારીમાં છે. લાયકા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફહદ ફાસિલ, રાણા દગ્ગુબાતી, મંજુ વૉરિયર, રિતિકા સિંહ અને અન્ય ઘણા કલાકારો છે.

આ સમાચાર શેર કરો