મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

15-20 મિનિટ સુધી નથી અટકતું હાસ્ય, રોકવું પડે છે ફિલ્મનું શૂટિંગ, કઈ બીમારીથી પીડાઈ રહી છે બાહુબલી એક્ટ્રેસ

સાઉથ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો અનુષ્કા શેટ્ટી દર્શકોમાં લોકપ્રિય છે. અભિનેત્રીએ સાઉથની ઘણી

15-20 મિનિટ સુધી નથી અટકતું હાસ્ય, રોકવું પડે છે ફિલ્મનું શૂટિંગ, કઈ બીમારીથી પીડાઈ રહી છે બાહુબલી એક્ટ્રેસ

સાઉથ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો અનુષ્કા શેટ્ટી દર્શકોમાં લોકપ્રિય છે. અભિનેત્રીએ સાઉથની ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ એકટ્રેસે તેના સ્વાસ્થ્યને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે એક દુર્લભ બીમારીથી પીડાઈ રહી છે. જેના કારણે જ્યારે તે હસવા લાગે છે ત્યારે તે પોતાની જાતને રોકી શકતી નથી અને હસતી જ રહે છે. તેને ફરીથી સામાન્ય થવામાં 15-20 મિનિટ લાગે છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વિશે વાત કરતા એકટ્રેસે કહ્યું હતું કે, 'મને હસવાની બીમારી છે. તમને જાણીને નવાઈ લાગશે કે હસવું પણ એક રોગ હોઈ શકે છે. પરંતુ મારા કિસ્સામાં તે આવું છે કે એકવાર હું હસવાનું શરૂ કરી દઉં તો મારા માટે 15-20 મિનિટ સુધી હસવાનું બંધ કરવું મુશ્કેલ બની જાય છે. કોમેડી સીન જોતી વખતે કે શૂટ કરતી વખતે હું હસવાનું ચાલુ કરું તો તેને રોકી શક્તિ નથી. ઘણી વખત એવું થાય છે કે આ કારણે શૂટિંગ રોકવું પડ્યું છે.'

આ દુર્લભ રોગ શું છે?

એકટ્રેસની વાત પરથી લાગે છે કે તેને સ્યુડોબુલબાર ઈફેક્ટ (Pseudobulbar Affect) એટલે કે PBA નામની બીમારી હોઈ શકે છે. આ એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે અને તેની સીધી અસર મગજ પર પડે છે. આ સ્થિતિમાં વ્યક્તિ કાં તો હસવા લાગે છે અથવા તો રડવા લાગે છે. જો કે એકટ્રેસે એ નથી કહ્યું કે તે આ બીમારીથી પીડિત છે, પરંતુ તેના નિવેદન પરથી એવું માનવામાં આવે છે કે અભિનેત્રી પણ આ જ સમસ્યાનો સામનો કરી રહી છે. એકટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લી વખત મિસ શેટ્ટી મિસ્ટર પોલિશેટ્ટી નામની ફિલ્મમાં જોવા મળી હતી. હાલમાં, તે ઘાતી અને કથાનાર નામની ફિલ્મનો પણ ભાગ છે.

આ સમાચાર શેર કરો