Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Sorry Hrithik' trend rekindles Kangana-Hrithik controversy; Kangana lashed out at Hrithik

VIDEO: Sorry Hrithik' ટ્રેન્ડથી કંગના-હ્રતિકનો વિવાદ ફરી વકર્યો; હ્રતિક પર ભડકી કંગના

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 બોલિવૂડના સૌથી ચર્ચિત વિવાદોની વાત કરવામાં આવે ત્યારે સુપરસ્ટાર હ્રતિક રોશન અને કંગના રનૌતનું નામ તેમાં અચૂક સામેલ થાય છે. એક સમય હતો જ્યારે બંને વચ્ચે મોટો વિવાદ ચાલતો હતો. કંગનાએ હ્રતિક પર અનેક આરોપો લગાવ્યા હતા, જેને હ્રતિકે હંમેશાં નકારી કાઢ્યા હતા. હવે એવું લાગી રહ્યું છે કે 10 વર્ષ પછી કંગના-હ્રતિક વચ્ચેનો આ વિવાદ ફરી એકવાર વકર્યો છે.

App Store

કંગના-હ્રતિકનો વિવાદ ફરી શરૂ થયો?

વાસ્તવમાં તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર 'Sorry Hrithik' નામે એક ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં કંગના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. અભિનેત્રીએ સ્ટુડન્ટ પ્રોટેસ્ટ બાદ Gen Z પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના લીધે તેના પર મીમ્સ બનવા લાગ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ હ્રતિક રોશનનો ઉલ્લેખ કરીને તેમની જૂની કાનૂની લડાઈને યાદ કરી હતી અને કહ્યું હતું કે દરેકે હ્રતિકની માફી માંગવી જોઈએ. આ વધતા ટ્રેન્ડ પર ઋતિક રોશને આપેલી પ્રતિક્રિયાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે લોકો આવેગમાં આવવાને બદલે તથ્યો પર ધ્યાન આપે.

એક ઈન્ફ્લુએન્સરની પોસ્ટ પર હ્રતિકે લખ્યું હતું કે, 'માત્ર એટલા માટે 'A' નો પક્ષ લેવો કારણ કે હવે તમને 'B' પસંદ નથી, તે આપણા સમાજની એક મોટી સિસ્ટમેટિક સમસ્યાનો નાનો એવો હિસ્સો છે. હું એ સમયની રાહ જોઈશ, જ્યારે આ સંદર્ભ સાચો હોય અને તે તથ્યો પર આધારિત હોય. એ જ યોગ્ય રહેશે. હું રાહ જોઈશ. પરંતુ ખેર, હવે કોને પરવા છે, ખરું ને?'

હ્રતિક રોશન પર ભડકી કંગના

રસપ્રદ વાત એ છે કે હ્રતિકનું આ નિવેદન કંગના રનૌત સુધી પહોંચી ગયું. તે એક્ટર પર ભડકી ગઈ. ઈન્સ્ટાગ્રામ પર કંગનાએ હ્રતિક માટે લખ્યું કે, 'પ્રિય હ્રતિક, મને ખુશી છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. સબા આઝાદ સાથે તમારી જોડી ખૂબ જ સરસ લાગે છે. તમે બંને એક સીરિયસ રિલેશનશિપમાં છો, તેથી કોઈ મહિલાની આ રીતે મજાક ઉડાવવી કે તેને છેડવી તમને શોભા નથી આપતું. એના બદલે તમારે એ લોકોની નિંદા કરવી જોઈએ, જેઓ તમારું નામ લઈને મને પરેશાન કરી રહ્યા છે અને મારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે. આગમાં ઘી હોમવાનું કામ ન કરો અને તમારી પાર્ટનરને પણ શર્મિંદા ન કરો. આશા છે કે તમે સમજદારીથી કામ લેશો અને હવે પછી આવી બિનજરૂરી ટિપ્પણીઓ કરવાનું બંધ કરશો.'

શું હતો કંગના હ્રતિકનો વિવાદ?

વર્ષ 2016 દરમિયાન કંગનાએ જાહેરમાં હ્રતિકને પોતાનો 'સિલી એક્સ' (Silly Ex) કહ્યો હતો, જેના પછી એક્ટરે સામેથી સ્પષ્ટતા કરી હતી કે, તેઓ બંને ક્યારેય રિલેશનશિપમાં નહોતા. ત્યારબાદ હ્રતિકે કંગનાને તેના નિવેદન માટે લીગલ નોટિસ મોકલી હતી અને તેની પાસે પબ્લિકમાં માફી માગવાની અપીલ કરી હતી. પરંતુ કંગનાએ વળતી લીગલ નોટિસ હ્રતિકને જ મોકલી આપી અને કહ્યું કે તે તેમનો સંબંધ છુપાવવા માંગે છે. આ વિવાદ બાદમાં પોલીસ કેસમાં ફેરવાયો, જેમાં વર્ષો પછી એ વાત સામે આવી કે કંગનાના દાવાઓમાં કોઈ સત્ય ન મળી શક્યું.

જોકે આ દરમિયાન હ્રતિકે ઘણું બધું સહન કરવું પડ્યું હતું. તેના પર અનેક લોકોએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. પોતાના સ્ટારડમના કારણે પણ તેણે નિશાન બનવું પડ્યું હતું, જેના પર સુપરસ્ટારે ક્યારેય કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. તેથી જ હવે આટલા વર્ષો પછી જનતા કહી રહી છે કે દુનિયાએ હ્રતિકની માફી માંગવાની જરૂર છે. હવે જોવાનું એ રહેશે કે આ 'Sorry Hrithik' ટ્રેન્ડના કારણે આગળ શું બબાલ થાય છે.