મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સોનાક્ષી-ઝહીરના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ! આ દિવસે માત્ર 50 મહેમાનોની હાજરીમાં હલ્દી સેરેમની યોજાશે

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'માં દમદાર રોલ કરનારી સોનાક્ષી

સોનાક્ષી-ઝહીરના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ! આ દિવસે માત્ર 50 મહેમાનોની હાજરીમાં હલ્દી સેરેમની યોજાશે

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'માં દમદાર રોલ કરનારી સોનાક્ષી સિન્હા બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. સોનાક્ષીને 'હીરામંડી'માં ફરીદાનના રોલ માટે ઘણી પ્રશંસા મળી છે. સોનાક્ષીના અંગત જીવન વિશે હાલમાં અફવાઓ ફેલાઈ રહી છે કે અભિનેત્રી 23 જૂન, 2024ના રોજ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. સોમવારે બેચલર પાર્ટીનો આનંદ માણતા ફોટા પણ કપલે શેર કર્યા હતા. જો કે આ કપલે હજુ સુધી તેમના લગ્નને લઈને સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી, પરંતુ ઘણા સેલેબ્સે આ બાબતની પુષ્ટિ કરી છે કે સોનાક્ષી-ઝહીર લગ્ન કરી રહ્યા છે.

હાલમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સોમવારે કપલે બેચલર પાર્ટીનો આનંદ માણ્યો તેના ફોટા સોશિયલ મીડિયા પર પણ શેર કર્યાહતા. મળતી માહિતી મુજબ હવે સોનાક્ષી-ઝહીરના પ્રી-વેડિંગ ફંક્શનની વિગતો પણ આવી ગઈ છે. માહિતી મુજબ સોનાક્ષીના લગ્નની અન્ય વિધિઓ હલ્દી વગેરે ક્યારે થશે?

હલ્દી ફંક્શન ક્યારે?

23 જૂને સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે અને લગ્ન સંબંધિત દરેક અપડેટ જાણવા માંગે છે. સોનાક્ષી અને ઝહીરના ઓડિયો ઇન્વાઇટ, વેન્યુ અને ગેસ્ટ લિસ્ટ લીક થયા બાદ હવે તેમના પ્રી-વેડિંગ ફંક્શનની વિગતો પણ સામે આવી છે. અંતરંગી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કપલ 20 જૂને હલ્દી ફંક્શન યોજી શકે છે. જેના માટે સોનાક્ષીનું ઘર પસંદ કર્યું છે.

અહેવાલ મુજબ, સૂત્રએ જણાવ્યું હતું કે, “હલ્દી ફંક્શન સોનાક્ષીના બાંદ્રામાં નવા ઘરમાં યોજાશે, જે તેણે હમણાં જ તેના માતાપિતાનું ઘર છોડ્યા પછી ખરીદ્યું છે. જેના ઈન્ટિરિયર ડિઝાઈનના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. સોનાક્ષીના હલ્દી ફંક્શનમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજરી આપશે. લગભગ 50 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.  

ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનાક્ષી-ઝહીરે તેમના લગ્નનું પ્લાનિંગ કર્યું ત્યારથી તેને ખાનગી રાખવા માગે છે. પરંતુ લગ્ન બાદ એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. જે પોતાની ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે ઉજવણી કરશે. આ કપલે તેમના લગ્ન માટે શિલ્પા શેટ્ટીની મુંબઈ રેસ્ટોરન્ટ પસંદ કરી છે. અન્ય સૂત્રો પાસેથી મળેલી એક માહિતી મુજબ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્ન માટે પરંપરાગતથી કંઈક અલગ થીમ આધારે લગ્ન કરશે.

આ સમાચાર શેર કરો