મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સોનાક્ષી સિન્હા- ઝહીર ઈકબાલના લગ્નનું કાર્ડ થયું લીક, મહેમાનો માટે રાખી આવી આ શરત

અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ તેમના લગ્નના સમાચારોને લઈને સતત ચર્ચામાં છે. જોકે, સોનાક્ષી અ

સોનાક્ષી સિન્હા- ઝહીર ઈકબાલના લગ્નનું કાર્ડ થયું લીક, મહેમાનો માટે રાખી આવી આ શરત

અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ તેમના લગ્નના સમાચારોને લઈને સતત ચર્ચામાં છે. જોકે, સોનાક્ષી અને ઝહીરના પક્ષ તરફથી આ સમાચારોને માત્ર અફવા ગણાવી હતી. સોનાક્ષીએ કહ્યું કે જો લોકોને આ અફવાઓ સાંભળીને મજા આવી રહી હોય તો તે સારું છે. પરંતુ આ દરમિયાન સોનાક્ષી-ઝહીરના લગ્નનું કાર્ડ પણ લીક થઈ ગયું છે.તે જ સમયે, અભિનેત્રીના પિતા શત્રુઘ્ન સિન્હાનું કહેવું છે કે તેમને અત્યાર સુધી આ વિશે કોઈ માહિતી નથી અને તેઓ તેમની પુત્રીના ફોનની રાહ જોઈ રહ્યા છે. 

વાયરલ થઈ રહેલા સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના ઓડિયો વેડિંગ કાર્ડ મુજબ બંને 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ માટે બંને ખૂબ જ ઉત્સાહિત છે. લગ્નના કાર્ડમાં સોનાક્ષી અને ઝહીરના સુંદર ફોટો સાથેનો ઓડિયો QR કોડ પણ છે. લીક થયેલા કાર્ડ પર લખેલું છે. 'અફવાઓ સાચી હતી...'

સોનાક્ષી અને ઈકબાલના લગ્નનું કાર્ડ રેડિટ પર વાયરલ થઈ રહ્યું છે. લગ્નના કાર્ડની શરૂઆતમાં, સોનાક્ષી આમંત્રિતોને શુભેચ્છા પાઠવે છે અને કહે છે, "અમારા તમામ પ્રતિભાશાળી, ચાહકો અને જાસૂસ મિત્રો અને પરિવારજનોને નમસ્કાર." ઝહીર આગળ કહે છે, “અમે છેલ્લા સાત વર્ષથી સાથે છીએ, તમામ ખુશીઓ, પ્રેમ, હાસ્ય અને ઘણા સાહસો અમને આ લગ્નના બંધન સુધી લઇ આવ્યું છે. રુમર્ડ ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડમાંથી પતિ-પત્ની બનવા જઈ રહ્યા છીએ. તમારી હાજરી વિના આ ઉજવણી પૂર્ણ થશે નહીં. તો તમે જે પણ કરી રહ્યા હોવ,  23 જૂને ફ્રી રહો, અને અમારી સાથે પાર્ટી કરો. જલ્દી મળીશું...” લગ્નના આમંત્રણ પરથી જાણવા મળે છે કે આ કપલ શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટિયન એટ ધ ટોપમાં લગ્ન કરી રહ્યા છે.

મહેમાનો સમક્ષ મુકવામાં આવી અનોખી શરત 

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે મહેમાનો સમક્ષ શરત મૂકી છે કે કોઈએ લાલ રંગના કપડાં પહેરવા નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષી તેના લગ્નમાં લાલ રંગનો ડ્રેસ પહેરવાની છે. જેના કારણે આ શરત રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો