લગ્ન બાદ સોનાક્ષી સિન્હાએ પહેલીવાર કર્યું રેમ્પ વૉક, ચહેરા પર જોવા મળ્યો અલગ જ ચાર્મ
અત્યારે સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલ સાથે સુખ

અત્યારે સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલ સાથે સુખી લગ્ન જીવન માણી રહી છે. લગ્ન અને હનીમૂનનો આનંદ માણ્યા બાદ અભિનેત્રી ફરી એકવાર પોતાના કામ પર પરત ફરી છે. હાલમાં જ તેની ફિલ્મ 'કાકુડા' રિલીઝ થઈ હતી. હવે ફરી એકવાર એક્ટ્રેસ રેમ્પ પર વૉક કરતી જોવા મળી છે. અભિનેત્રીએ મનમોહક સ્ટાઈલમાં રેમ્પ વૉક કર્યું હતું, જેની એક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
દિલ્હીમાં યોજાયો શો
સોનાક્ષી સિન્હા ઘણી વખત રેમ્પ પર પોતાનો જાદુ બતાવતી જોવા મળી છે, પરંતુ આ પહેલા કરતા વધુ ખાસ હતું. કારણ કે, લગ્ન પછી પહેલીવાર સોનાક્ષીએ ફેશન શોમાં રેમ્પ વૉક કર્યું હતું એટલું જ નહીં તે ફેશન શોની શો-સ્ટોપર પણ બની હતી. શનિવારે દિલ્હીમાં ઈન્ડિયા કોચર વીક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે અભિનેત્રીએ ડિઝાઇનર ડોલી જે. માટે રેમ્પ વૉક કર્યું હતું.
ફિશ-કટ ગાઉનમાં જોવા મળી સોનાક્ષી
આ ખાસ પ્રસંગે સોનાક્ષી સિન્હાએ તેના મોહક અંદાજથી રેમ્પ પર આગ લગાવી હતી. આ પ્રસંગે અભિનેત્રી ખૂબ જ શાનદાર અંદાજમાં રેમ્પ પર વૉક કરતી જોવા મળી હતી. સોનાક્ષીએ બ્રાઇટ બ્લશ પિંક ગાઉન પહેર્યું હતું જેમાં હાઇ સ્લિટ અને ચારે બાજુ સ્ટોન લાગેલા હતા. તેણે તેને કેપ અને હીલ્સ સાથે પેર કર્યું હતું. આ દરમિયાન, સોનાક્ષીએ રેમ્પ પર ગાયક દ્વારા રજૂ કરાયેલ ધ કાર્ડિગન્સના ગીત લવફૂલ પર ડાન્સ કરીને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.






