લગ્નના બીજા જ દિવસે સોનાક્ષીને લેવું પડ્યું આવું મોટું પગલું, પતિ ઝહીર છે તેની પાછળનું કારણ!
સોનાક્ષી સિંહાએ રવિવારે સાંજે તેના ઘરે મિત્રો અને પરિવારજનો

સોનાક્ષી સિંહાએ રવિવારે સાંજે તેના ઘરે મિત્રો અને પરિવારજનોની હાજરીમાં ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા. અભિનેતા અને સાંસદ શત્રુઘ્ન સિંહાની દીકરીએ બાદમાં તેના ઈન્ટર-કાસ્ટ મેરેજની ઓફિશિયલ તસવીર પણ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પરંતુ આ પછી તેણે તેના પતિ ઝહીરના કારણે આશ્ચર્યજનક પગલું ભર્યું.
સોનાક્ષી-ઝહીર લગ્નની તસવીરો પોસ્ટ કરીને થયા ટ્રોલ
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે ન તો નિકાહ કર્યા અને ન તો સાત ફેરા લીધા, પરંતુ બંનેએ રજિસ્ટર્ડ મેરેજ દ્વારા લગ્ન કર્યા. આ કપલે તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેમના લગ્નની સુંદર તસવીરો શેર કરી હતી. સફેદ આઉટફિટમાં દુલ્હા અને દુલ્હન ખૂબ જ સુંદર લાગતા હતા. સીરિઝની એક તસવીરમાં ઝહીર સોનાક્ષીના હાથને કિસ કરતો જોવા મળે છે. બીજી તસવીરમાં સોનાક્ષી તેના પિતા શત્રુઘ્નનો હાથ પકડી રહી છે અને ઝહીર લગ્નના દસ્તાવેજ પર સહી કરતો જોવા મળે છે. ત્રીજી તસવીરમાં સોનાક્ષી અને ઝહીર એકબીજાને પકડીને પોઝ આપતા જોવા મળે છે.
આ ફોટા શેર કરતી વખતે સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આજથી સાત વર્ષ પહેલાં 23.06.2017માં અમે બંનેએ એકબીજાની આંખોમાં પ્રેમનું એવું સુંદર સ્વરૂપ જોયુ કે ત્યારે નક્કી કરી લીધું હતું કે સાથે રહીશું. આ પ્રેમે અનેક અડચણો પાર કરી છે અને આજે અમે બંને આ ક્ષણ સુધી પહોંચી શક્યા છીએ. અમારા બંનેના પરિવાર અને ઈશ્વરના આશીર્વાદથી અમે અહીં સુધી આવ્યા છીએ. હવે અમે પતિ-પત્ની બની ચૂક્યા છીએ.’
https://www.instagram.com/p/C8j70RTIkhL/
સોનાક્ષી-ઝહીરે કોમેન્ટ સેક્શન ડિસેબલ કર્યું
ઉલ્લેખનીય છે કે, લગ્નની તસવીરો પોસ્ટ કર્યા બાદ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે ટ્રોલિંગથી બચવા માટે પોતાનું કમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે. સોનાક્ષી અને ઝહીરને જ્યારથી તેમના લગ્નના સમાચાર આવ્યા છે ત્યારથી ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. બંને અલગ-અલગ ધર્મમાં લગ્ન કરવા બદલ ટ્રોલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, કપલે તેમના લગ્ન પ્રસંગે ટ્રોલિંગથી બચવા માટે કમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે.
સોનાક્ષી-ઝહીરે સાત વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા
ઉલ્લેખીય છે કે, સોનાક્ષી-ઝહીરની પહેલી મુલાકાત સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી. આ પછી બંનેએ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે 23 જૂને લગ્ન કરી લીધા. હાલ આ નવવિવાહિત કપલના લગ્ન અને વેડિંગ રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.






