સોનાક્ષીએ ટ્રોલર્સને આપ્યો જોરદાર જવાબ, બીજા ધર્મમાં લગ્ન કરવા માટે મારી રહ્યા હતા મેણાં
સોનાક્ષી સિન્હાએ આખરે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ઝહીર ઈક

સોનાક્ષી સિન્હાએ આખરે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી લીધા છે. જેમ-જેમ લગ્નના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ-તેમ સોનાક્ષી અને ઝહીરના લગ્નના નવા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. આ બધાની વચ્ચે એક એવી વાત છે જે લોકોના મનને પરેશાન કરી રહી છે. તે વાત છે સોનાક્ષીએ બીજા ધર્મમાં લગ્ન કર્યા છે. પરંતુ હવે અભિનેત્રીએ બીજા ધર્મમાં લગ્ન કરવાને લઈને એવો જવાબ આપ્યો છે, જેને વાંચીને તમે પણ કહેશો કે આ ટ્રોલ્સના મોઢા પર જોરદાર થપ્પડ છે. તો ચાલો તમને જણાવીએ કે મિસેસ ઈકબાલ બન્યા પછી સોનાક્ષીએ લગ્નના નિર્ણય પર કેવી પ્રતિક્રિયા આપી.
બેસ્ટ ડિસિઝન એવર!
સોનાક્ષીએ તેના કોર્ટ મેરેજ સેરેમનીનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઈન્સ્ટા સ્ટોરી પર આ વીડિયો શેર કરતી વખતે અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ લખી અને તેના લગ્નના નિર્ણયને તેના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય ગણાવ્યો. અભિનેત્રીએ લખ્યું- 'સેમ અને એકતા નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલને ટેગ કરીને લખ્યું કે અમે ઘણા મિત્રોના લગ્નમાં મળ્યા છીએ. આ લોકોએ લગ્નની દરેક ક્ષણ એટલી સુંદર રીતે બતાવી હતી કે, અમે તેમને વચન આપ્યું હતું કે જ્યારે પણ ઝહીર અને મારા લગ્ન થશે ત્યારે અમે તેમને જ જવાબદારી સોંપીશું. આ અમારો અત્યાર સુધીનો બેસ્ટ નિર્ણય હતો. સોનાક્ષીએ તેના બેસ્ટ ડિસિઝનને રેડ કલરથી સર્કલ કરીને હાઇલાઇટ કર્યો હતો. જેના કારણે એવો સંકેત મળ્યો કે તે એક પોસ્ટ પરથી બે તીર મારી રહી છે અને બીજો તીર તે ટ્રોલર્સ માટે છે જેઓ તેને બીજા ધર્મમાં લગ્ન કરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે.
અમને ઈમોશન્સ જોઈએ છે
સોનાક્ષીએ આગળ લખ્યું - 'અમને લગ્નનો કોઈ વીડિયો જોઈતો ન હતો...અમને તો ઈમોશન્સ જોઈતા હતા...જે જ્યારે પણ આપણે જોઈએ છીએ ત્યારે તે ક્ષણ યાદ આવે છે...અમે ઈચ્છતા હતા કે જ્યારે પણ તમે વીડિયો જુઓ તો અનુભવો કે અમને તે સમયે શું લાગ્યું હતું. તે સમયે દરેક વ્યક્તિ શું અનુભવી રહી હતી તે અનુભવો અને તે બધું એ જ રીતે થયું. તમારી ટીમનો આભાર... તમે લોકો ખરેખર મેજિક છો.






