સલમાનને વારંવાર મળી રહેલી ધમકીઓથી સોહેલની એક્સ વાઇફનું ટેન્શન વધ્યું, કહ્યું...
બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન અને તેના પરિવારની સુરક્ષા વધારી દેવામા

બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન અને તેના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, તેમ છતાં પરિવારમાં દરેક વ્યક્તિ એકબીજાની ચિંતા કરે છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓની અસર હવે તેના પરિવારને પણ થઈ રહી છે. સલમાનના ભાઈ સોહેલ ખાનની એક્સ વાઇફ સીમા સજદેહ પણ તેના બાળકો માટે ચિંતિત છે. તેણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે માત્ર તેના બાળકો માટે જ નહીં પરંતુ ખાન પરિવાર માટે પણ ચિંતા થાય છે.
સીમાને થઈ બાળકોની ચિંતા
સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. એટલું જ નહીં તેના ઘર પર પણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ધમકીઓ અને હુમલાઓને કારણે ઘરમાં ભયનો માહોલ છે. સલમાનના કાળા હરણના શિકારના મુદ્દાથી નારાજ બિશ્નોઈ સમુદાયે તેને તેમના મંદિરમાં જઈને નમન કરીને માફી માંગવાની માગ કરી છે. સલમાનના નાના ભાઈ સોહેલ ખાનની એક્સ વાઇફ સીમા સજદેહે પણ આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, શરૂઆતથી જ તે અને તેના બાળકોનો સલમાન સાથે મજબૂત સંબંધ છે. ભલે તેણે સોહેલ સાથે છૂટાછેડા લીધા હોય, તેમ છતાં તેઓ એકબીજાની સમાન રીતે કાળજી રાખે છે.
આગળ સીમાએ કહ્યું- જ્યારે અમે શોની પહેલી સિઝનનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે મારા લગ્ન સોહેલ સાથે થયા હતા. સોહેલ અને મારા બે સુંદર બાળકો છે અને ખાન પરિવારના સભ્યો સાથે અમારો સંબંધ હંમેશા રહેશે. ભલે અમે અમારા જીવનમાં આગળ વધીએ. જ્યારે ધમકીઓ વિશે સમાચાર બહાર આવી રહ્યા હતા, ત્યારે હું ચોક્કસપણે મારા બાળકો માટે અને ખાન પરિવારના દરેક સભ્યો માટે ચિંતિત હતી. આ ખરેખર તમને દરેક રીતે પરેશાન કરે છે કારણ કે, અંતે તો તમે બધાની સલામતી વિશે જ વિચારો છો.
સોહેલ સાથે થઈ ગયા છે છૂટાછેડા
અત્યારે સીમા સજદેહ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સમાં જોવા મળે છે. દરરોજ તે પરિવાર અને બાળકો વિશે નવા ખુલાસા કરતી જોવા મળે છે. સીમાએ હાલમાં જ સલમાન અને આખા ખાન પરિવારના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, અરબાઝ ખાનથી છૂટાછેડા પછી પણ તેઓ જે રીતે મલાઈકા અરોરા સાથે ઉભા છે. તે પ્રશંસાને પાત્ર છે. આવી હિંમત માત્ર પોતાના જ લોકો વધારી શકે છે.
સીમા અને સોહેલે પરિવારની સંમતિ વિના 1998માં ભાગીને લગ્ન કર્યા હતા. 24 વર્ષ સુધી પરિણીત જીવન જીવ્યા બાદ તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેના છૂટાછેડા 2022માં ફાઇનલ થયા હતા. સીમાએ અલગ થવાનું કારણ પરસ્પર ઝઘડો ગણાવ્યો હતો. સીમાના કહેવા પ્રમાણે, અમે દરરોજ દરેક બાબત પર એટલી લડાઈ કરતા હતા કે, અમે થાકી જતા હતા. તેથી વધુ સારું હતું કે અમે આ કડવાશનો અંત લાવીએ અને અલગ થઈ જઈએ. કપલને બે દીકરા છે - નિર્વાણ અને યોહાન.








