રણવીરની ‘ડોન 3’માં થઈ આ એક્ટ્રેસની એન્ટ્રી, આઈટમ સોન્ગ પર ડાન્સ કરતી દેખાશે
જ્યારે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને ‘ડોન 3’માં રિપ્લેસ કરવાના સમાચાર સામે આવ્યા

જ્યારે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને ‘ડોન 3’માં રિપ્લેસ કરવાના સમાચાર સામે આવ્યા ત્યારે આ ફિલ્મ વધુ ચર્ચામાં આવી હતી. ફેન્સ ઇચ્છતા હતા કે, શાહરૂખ ખાન આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા હોય, પરંતુ ફરહાન અખ્તરે ‘ડોન 3’માં રણવીર સિંહ મુખ્ય ભૂમિકા ભજવવાની માહિતી આપી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે, નાગાર્જુનની ભાવિ પુત્રવધુ શોભિતા ધુલીપાલા આ ફિલ્મમાં આઈટમ સોંગ કરતી જોવા મળશે.
‘ડોન-2’ અને ‘ડોન’માં જોવા મળ્યો હતો તેનો જાદુ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શોભિતા ધુલીપાલા આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે ડાન્સ નંબર કરવા જઈ રહી છે. આ સમાચાર સાંભળ્યા બાદ ફેન્સ તેને ફરી ટ્રોલ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લારા દત્તાએ ‘ડોન-2’માં આઈટમ સોંગ પર ડાન્સ કર્યો હતો. ‘ડોન-1’માં કરીના કપૂર શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. ફેન્સને આ બંને આઈટમ સોંગ ખૂબ જ પસંદ આવ્યા.
પ્રિયંકા ચોપરા સાથે જોડાયેલું છે મેડ ઇન હેવનનું પાત્ર
એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે શોભિતાને ‘ડોન 3’માં પ્રિયંકાને રિપ્લેસ કરવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે પ્રિયંકા ચોપરાના વખાણ કર્યા. અભિનેત્રીએ કહ્યું હતું કે 'મેડ ઇન હેવન'માં પ્રિયંકા ચોપરાનું પાત્ર જોઈને લોકો તેના પાત્રને તેની સાથે જોડી રહ્યા છે.
શોભિતા ધુલીપાલાની સગાઈ
શોભિતા ધુલીપાલા તેના અંગત જીવન માટે સમાચારમાં હતી, તેણે 8 ઓગસ્ટના રોજ સામંથા રૂથ પ્રભુના ભૂતપૂર્વ પતિ અને અભિનેતા નાગા ચૈતન્ય સાથે સગાઈ કરી હતી. આ કપલની સગાઈના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે આ કપલ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યું છે.






