મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

15 વર્ષ પછી ટીવી પર પરત ફરી રહી છે સ્મૃતિ ઈરાની! આ સિરિયલમાં ભજવશે મહત્ત્વનો રોલ

સ્મૃતિ ઈરાની ભલે આજે રાજકારણની

15 વર્ષ પછી ટીવી પર પરત ફરી રહી છે સ્મૃતિ ઈરાની! આ સિરિયલમાં ભજવશે મહત્ત્વનો રોલ

સ્મૃતિ ઈરાની ભલે આજે રાજકારણની દુનિયામાં વધુ સક્રિય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતાં. 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' સિરિયલથી તેને દરેક ઘરમાં ઓળખ મળી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે, તે ટીવી પર કમબેક કરી રહ્યાં છે. તે પણ રૂપાલી ગાંગુલીની 'અનુપમા' સિરિયલમાં! હાલમાં જ અનુપમા સિરિયલમાં 15 વર્ષનો લીપ આવ્યો છે. આવી સ્થિતિમાં તેના ઘણા સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું. એક રિપોર્ટ અનુસાર, સ્મૃતિ પોસ્ટ જનરેશન લીપનો હિસ્સો હશે. જો આ અહેવાલો સાચા સાબિત થશે તો સ્મૃતિ ઈરાની 15 વર્ષના ગેપ પછી ટેલિવિઝન પર પાછા ફરશે.

'અનુપમા'માં ખાસ કેમિયો

સ્મૃતિ ઈરાની 'અનુપમા'માં રૂપાલી સાથે ખાસ કેમિયો કરશે. તે છેલ્લે 2009માં ટેલિકાસ્ટ થયેલા કોમેડી શો 'મણિબેન.કોમ'માં જોવા મળ્યાં હતાં. બાદમાં તેમણે 'અમૃતા' નામની બંગાળી ફિલ્મમાં કામ કર્યું. તેઓ એક્ટિંગ છોડીને રાજકારણમાં જોડાયા હતાં. 2003માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

'અનુપમા'માં આરાધ્યાનું પાત્ર, જે અગાઉ ઔરા ભટનાગર ભજવ્યું હતું, તે હવે અલીશા પરવીન ભજવી રહી છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના શિવમ ખજુરિયા 'અનુપમા'ના રાઇટ હેન્ડ તરીકે કાસ્ટમાં જોડાયો છે. હાલ શોમાં 'અનુપમા'નું જૂનું વર્ઝન બતાવવામાં આવી રહ્યું છે. જોકે, ગૌરવ ખન્ના ઉર્ફે અનુજ હજુ સુધી જોવા મળ્યો નથી.

4 વર્ષ પહેલા શરૂ થઈ હતી આ સિરિયલ

'અનુપમા' નિર્માતા રંજન શાહીના ડિરેક્ટર કટ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી છે. આ શો 2020માં શરૂ થયો હતો. તે સ્ટાર જલસાની બંગાળી સીરિઝ 'શ્રીમોઈ'ની રિમેક છે અને ટીવી ટીઆરપીની યાદીમાં નંબર વન છે.

આ સમાચાર શેર કરો