રક્ષાબંધનના પ્રસંગે બહેન શ્વેતાને આવી ભાઈ સુશાંત સિંહ રાજપૂતની યાદ, કહ્યું- 'આશા છે તું હંમેશા ખુશ રહીશ'
આજે રક્ષાબંધન છે અને આખો દેશ ભાઈ-બહેનના સંબંધને લઈને

આજે રક્ષાબંધન છે અને આખો દેશ ભાઈ-બહેનના સંબંધને લઈને આ તહેવારની ઉજવણી કરી રહ્યો છે. બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના ભાઈઓને રાખડી બાંધી રહ્યા છે. રક્ષાબંધનના અવસર પર દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન તેના ભાઈને મિસ કરી રહી છે. અભિનેતાની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક હાર્ટ ટચિંગ પોસ્ટ કરી છે અને તેને રાખીના તહેવાર પર શુભેચ્છા પાઠવી છે.
શ્વેતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું - 'હેપ્પી રક્ષાબંધન મારા વ્હાલા ભાઈ, તમે માત્ર એક મહાન કલાકાર જ ન હતા, પરંતુ એક મહાન વ્યક્તિ પણ હતા. જુઓ તે કેટલા દિલોને પ્રેમથી ભર્યા છે. હું પણ તે જ કરવા માગુ છું અને વિશ્વમાં પ્રેમ અને ખુશી ફેલાવવા માટે તમારા પગલે ચાલવા માગુ છું.
'હેપ્પી રક્ષાબંધન મારા વ્હાલા ભાઈ'
તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ જ પોસ્ટ શેર કરતા શ્વેતાએ લખ્યું - 'હેપ્પી રક્ષાબંધન મારા વ્હાલા ભાઈ, હું આશા રાખું છું કે તમે ભગવાનના સાનિધ્યમાં, ઉચ્ચ લોકોમાં હંમેશા ખુશ અને સુરક્ષિત રહીશ.'
દિવંગત અભિનેતાએ કરી હતી આત્મહત્યા!
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020ના રોજ માત્ર 34 વર્ષની વયે અવસાન થયું હતું. તે મુંબઈમાં તેના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, અભિનેતાએ આત્મહત્યા કરી હતી. તેનું મોત ગળેફાંસો ખાવાના કારણે થયું હતું.






