રોહિત શેટ્ટીએ પ્રોમો શેર કરીને ‘સિંઘમ અગેઈન’ની ટ્રેલરની રિલીઝ ડેટ કરી એનાઉન્સ, આ દિવસે થિયેટરમાં આવશે ફિલ્મ
અજય દેવગણની ‘સિંઘમ અગેઈન’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દિવાળી પર ધૂમ મચાવવા માટે તૈયા

અજય દેવગણની ‘સિંઘમ અગેઈન’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દિવાળી પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મના તમામ સ્ટાર્સના ફર્સ્ટ પોસ્ટર અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવ્યા છે. હવે ફેન્સ ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરથી ધૂમ મચાવવા માટે અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ તૈયારીઓ પણ કરી લીધી છે. ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ ‘સિંઘમ અગેઈન’નું ટ્રેલર 7 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ટ્રેલર તમામ કલાકારોની હાજરીમાં જ જાહેર કરવામાં આવશે.
બનાવી છે મોટી યોજના
જો રિપોર્ટ્સનું માનીએ તો આ રેગ્યુલર ટ્રેલર લોન્ચ થવાનું નથી. આ ખૂબ જ ભવ્ય બનવા જઈ રહ્યું છે. ‘સિંઘમ અગેઈન’નું ટ્રેલર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે લોન્ચ કરવામાં આવશે. તેની 2,000 બેઠકો માત્ર મીડિયા માટે જ નહીં પરંતુ અજય, અક્ષય, રણવીર, કરીના, દીપિકા અને ટાઈગરના ફેન્સ માટે પણ હશે. જેના કારણે તે આ વર્ષનું મોસ્ટ અવેઈટેડ ટ્રેલર બની ગયું છે. આ વર્ષ 2024ની સૌથી મોટી ઈવેન્ટ બનવા જઈ રહી છે. એક સૂત્રએ જણાવ્યું કે, ‘સિંઘમ અગેઈન’ ખૂબ જ ભવ્ય ફિલ્મ છે, તેથી મેકર્સ ઈચ્છે છે કે આટલી મોટી ફિલ્મનું ટ્રેલર પણ મોટું હોવું જોઈએ. આ ફિલ્મ 1 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.
‘ભૂલ ભુલૈયા 3’ સાથે છે ક્લેશ
અજય દેવગણની ‘સિંઘમ અગેઇન’નું કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3’ સાથે ક્લેશ થવું નિશ્ચિત છે. બંને ફિલ્મો 1 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે, બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ જીતે છે. કારણ કે બંને ફિલ્મો દર્શકોની ફેવરિટ રહી છે. આ ક્લેશ બંનેની કમાણી પર અસર કરશે. ‘સિંઘમ અગેઇન’ની વાત કરીએ તો તેની સ્ટાર કાસ્ટ બહોળી છે. ફિલ્મમાં અજય દેવગણ, અક્ષય કુમાર, કરીના કપૂર, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને અર્જુન કપૂર જોવા મળશે.






