મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'સિંઘમ 3' અભિનેત્રીની મુંબઈના ઠાણે પાસેથી ધરપકડ, પ્રેમી ભત્રીજાના અપહરણનો છે મામલો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સમાચાર આવી રહ્યા છે કે આગામી ફિલ્મ 'સિંઘમ 3'ની અભિનેત્રી શબરીનની

'સિંઘમ 3' અભિનેત્રીની મુંબઈના ઠાણે પાસેથી ધરપકડ, પ્રેમી ભત્રીજાના અપહરણનો છે મામલો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સમાચાર આવી રહ્યા છે કે આગામી ફિલ્મ 'સિંઘમ 3'ની અભિનેત્રી શબરીનની પોલીસે ધરપકડ કરી છે. શબરીન વિશે બીજી ઘણી બાબતો સામે આવી છે, જે આશ્ચર્યજનક છે. હા, શબરીન વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે જેમ કે, અપહરણ, પ્રેમ પ્રકરણ વગેરે. ચાલો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો?

પોલીસે કરી હતી ધરપકડ

વાસ્તવમાં મામલો એવો છે કે, મુંબઈને અડીને આવેલા વસઈની વાલીવ પોલીસે અભિનેત્રી શબરીનની ધરપકડ કરી છે. પોલીસે અઢી વર્ષના છોકરાનું અપહરણ કરવા બદલ શબરીનની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શબરીનનું બ્રિજેશ સિંહ નામના વ્યક્તિ સાથે અફેર હતું, પરંતુ શબરીન મુસ્લિમ સમુદાયમાંથી આવે છે અને બ્રિજેશ રાજપૂત હિંદુ છે. આવી સ્થિતિમાં પરિવાર બંનેના લગ્નની વિરુદ્ધ હતો.

'સિંઘમ 3'માં કર્યું છે કામ

જોકે, શબરીન 'સિંઘમ 3' અને ક્રાઈમ પેટ્રોલ જેવા ટીવી શોમાં કામ કરી ચુકી છે, પરંતુ તે કાલ્પનિક દુનિયામાં એટલી ખોવાઈ ગઈ કે, તે ક્યારે ગુનાની નજીક આવી ગઈ તે તેને પોતે પણ સમજાયું નહીં. કોઈ ગમે તેટલો મોટો આરોપી હોય, ગમે તેટલો હોશિયાર હોય, તે પોલીસથી બચી શકતો નથી અને શબરીન સાથે પણ એવું જ થયું. પોલીસે શબરીનની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધી છે.

ધર્મના કારણે નહોતા થયા લગ્ન

શબરીન ઉપરાંત તેના પ્રેમી બ્રિજેશની વાત કરીએ તો પોલીસ આ કેસમાં તેની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. આ કેસમાં એક મહિલા સાથીદાર પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે, જેને પોલીસ શોધી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શબરીન અને બ્રિજેશ છેલ્લા કેટલાક સમયથી રિલેશનશિપમાં હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. શબરીન જાતિ અને ધર્મના અવરોધો તોડીને બ્રિજેશ સાથે લગ્ન કરવા માગતી હતી, પરંતુ રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા બ્રિજેશ સિંહનો પરિવાર મુસ્લિમ શબરીન સાથે લગ્ન કરવા તૈયાર ન હતો.

શબરીનનું અપહરણ

શબરીને ઘણી વાર પ્રયત્ન પણ કર્યો, પરંતુ તે બ્રિજેશના પરિવારને સમજાવી શકી નહીં. આવી સ્થિતિમાં શબરીને એ રસ્તો અપનાવ્યો જે તેના જેલના સળિયા પાછળ જવાનું કારણ બન્યો. દરરોજ સ્કૂલે જતા બ્રિજેશના અઢી વર્ષના ભત્રીજાનું શબરિન અપહરણ કર્યું હતું. વાસ્તવમાં, જ્યારે બાળક શનિવારે સવારે 11 વાગ્યે સ્કૂલે પહોંચ્યો, ત્યારે શબરીન થોડીવાર પછી તેને લેવા પહોંચી. બાળકે પણ શબરીનને ઓળખી લીધી એટલે તે પણ તેની સાથે જવા તૈયાર થઈ ગયો.

પોલીસે કરી તપાસ

બપોર સુધી પ્રિન્સ ઘરે ન આવતાં તેના પરિવારજનોએ તેના સ્કૂલમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તે પોતાની ઓળખતી મહિલા સાથે જતો રહ્યો હતો. મહિલાએ પ્રિન્સને દવા કરાવવાની જરૂર છે તેમ કહીને લઈ ગઈ હતી. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો શબરીન બાળકને ઓટોમાં લઈ જતી જોવા મળી હતી અને તેની સાથે અન્ય એક મહિલા જોવા મળી હતી. પોલીસે ઓટોચાલકની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, ઓટો નાયગાંવમાં છોડી દેવાઈ હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

જ્યારે શબરીનનો ફોટો બતાવવામાં આવ્યો ત્યારે કેટલાક લોકોએ તેને ઓળખી લીધી. પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યું અને બાંદ્રાથી શબરીનને કસ્ટડીમાં લીધી, તેની પૂછપરછ કરી અને ખબર પડી કે, બાળકને નાયગાંવના ફ્લેટમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. બાળકને બચાવી લેવામાં આવ્યો અને શબરીનની ધરપકડ કરવામાં આવી.

આ સમાચાર શેર કરો