મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

હેન્ડસમ સિંગર દર્શન રાવલે અનેક યુવતીઓનું દિલ તોડ્યું, ચુપચાપ આ કન્યા સાથે કરી લીધા લગ્ન!

Singer Darshan Rawal marries Dharal Surelia : મૂળ અમદાવાદના પ્રખ્યાત યુવા બોલિવૂડ સિંગર દર્શન

હેન્ડસમ સિંગર દર્શન રાવલે અનેક યુવતીઓનું દિલ તોડ્યું, ચુપચાપ આ કન્યા સાથે કરી લીધા લગ્ન!

Singer Darshan Rawal marries Dharal Surelia :  મૂળ અમદાવાદના પ્રખ્યાત યુવા બોલિવૂડ સિંગર દર્શન રાવલે આજે લાખો છોકરીઓના દિલ તોડી નાખ્યા છે. દર્શન રાવલના લગ્ન થઈ ગયા છે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દર્શને પોતે લગ્નના ફોટા શેર કર્યા અને લખ્યું કે તેણે પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાં છે. ફોટામાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. પહેલા ફોટામાં બંને એકબીજાને ગળે લગાવી રહ્યા છે. બીજો ફોટો મંડપનો છે અને દર્શન ધારલના હાથને ચુંબન કરી રહ્યો છે.

કોણ છે દર્શનની પત્ની ?

દર્શનની પત્ની ધારલ એક આર્કિટેક્ટ, ડિઝાઇનર અને કલાકાર છે. બંને પહેલા પણ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. થોડા વર્ષોના રિલેશનશિપ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. દર્શન પોતાના અંગત જીવનને અંગત રાખે છે. આજ પહેલા, ન તો સોશિયલ મીડિયા પર કે ન તો કોઈ ઇન્ટરવ્યુમાં, દર્શને ક્યારેય તેના સંબંધો વિશે વાત કરી છે. ધારલે પણ ક્યારેય સોશિયલ મીડિયા પર કંઈ પોસ્ટ કર્યું નથી.

દર્શનના લગ્ન અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

દર્શનના લગ્નના ફોટા પર સેલેબ્સ અને ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે. અને કેટલીક મહિલા ચાહકો ચોંકી ગઈ છે. કોઈ ટીમ છન્ના મેરેયા કે ટીમ સજના કહી રહ્યું છે. કોઈએ લખ્યું, તમારા લગ્ન માટે અભિનંદન, પણ મારા આંસુ રોકાતા નથી. એકે લખ્યું કે આજે મારું દિલ તૂટી ગયું છે.

દર્શન વિશે વાત કરીએ તો, તે બોલિવૂડના લોકપ્રિય ગાયક છે અને તેના ઘણા આલ્બમ રિલીઝ થયા છે. આ સાથે, તેમણે લવયાત્રી ફિલ્મના છોગાડા, મિત્રોં ફિલ્મના કમરિયા, લવ આજ કલ ફિલ્મના મેહરમા, શેરશાહમાં કભી તુમ્હેં, રોકીમાં ધિંડોરા બાજે અને રાની કી પ્રેમ કહાની જેવી ઘણી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.

આ સમાચાર શેર કરો