હું અને શાહરૂખ પતિ પત્ની જેવા, મહાત્મા ગાંધીને બતાવ્યા પાકિસ્તાનના રાષ્ટ્રપતિઃ જાણિતા સિંગરનો બફાટ
બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને શાહરૂખ ખાનના લાખો ચાહકો છે. તેઓને દેશ-વિદેશમાં પણ અનેક લોકો પસંદ કરે

બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને શાહરૂખ ખાનના લાખો ચાહકો છે. તેઓને દેશ-વિદેશમાં પણ અનેક લોકો પસંદ કરે છે. પરંતુ, સિંગર અભિજીત ભટ્ટાચાર્યનું આ વિશે એકદમ જૂદું મંતવ્ય સામે આવ્યું છે, જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. સિંગરે એક ઇન્ટરવ્યુમાં બંને ખાન સાથે પોતાના સંબંધ વિશે વાત કરી અને કહ્યું કે, સલમાનની હજુ એ હેસિયત નથી કે હું તેના વિશે હું વાત પણ કરું.
આ પણ વાંચોદિગ્ગજ રેસલર Rey Misterio એ દુનિયાને કર્યું અલવિદા, ધ ગ્રેટ ખલી અને જ્હોન સીનાને આપી ચૂક્યો છે માત
સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાન અને સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે. જો કે હવે તે આ બે સ્ટાર્સ માટે ગાતો નથી. તે ઘણી વખત આ બંને સ્ટાર્સ વિરુદ્ધ બોલતો પણ જોવા મળ્યો છે. તેને સલમાન વિશે વાત કરવાનું પણ પસંદ નથી. હવે અભિજીત ફરી એકવાર સમાચારમાં છે. તેણે આ બે સ્ટાર્સ સહિત અન્ય ઘણી બાબતો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ જ વાતચીતમાં તેમણે મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કહ્યા.
મહાત્મા ગાંધી પર અભિજીત ભટ્ટાચાર્યએ શું કહ્યું?
તેમણે આગળ કહ્યું, “જો કોઈ તેમને ઓળખતું નથી, તો લોકોને ઓળખવાનું અમારું કામ છે, કારણ કે જો તમે લોકોને શીખવતા હો, સંદેશો મોકલતા હોવ તો તમે એ પણ કહી શકો છો કે નેહરુ કોણ હતા, ગાંધી કોણ હતા. પંચમ મહાત્મા ગાંધી કરતાં મોટા હતા. તેઓ સંગીતના રાષ્ટ્રીય પિતા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પાકિસ્તાન માટે હતા, ભારત માટે નહીં. ભારત આખરે ભારત હતું. ભૂલથી જ મહાત્મા ગાંધીને અહીં રાષ્ટ્રપિતા જાહેર કરવામાં આવ્યા હતા.
સલમાન વિશે આ શું કહી દીધું?
અભિજિત ભટ્ટાચાર્યે હાલમાં જ એક પોડકાસ્ટમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સ સાથે પોતાના ઝઘડા વિશે વાત કરી. વિભિન્ન ભાષાઓમાં લગભગ 1 હજાર ફિલ્મોમાં ગીતો ગાઈ ચુકેલા સિંગરે કહ્યું, 'સલમાન હજુ સુધી એવા લોકોમાં નથી આવતો જેના વિશે હું ચર્ચા કરૂ.' તેથી તેઓએ હોસ્ટને ટૉપિક બદલવા અને ટાઇગર 3 ફેમ સલમાન વિશે સવાલ ન કરવા કહ્યું.
શાહરૂખ ખાન વિશે શું કહ્યું?
અભિજીતે શાહરૂખ ખાન વિશે કહ્યું કે, શાહરૂખ એક અલગ જ ક્લાસનો માણસ છે અને અમારા સંબંધોમાં આવેલી ખટાસ ગેરસમજણના કારણે નહીં, પરંતુ પ્રોફેશનલ સંબંધોના કારણે છે. બાકી તેના વિશે પણ તમે મારી સાથે વાત ન જ કરશો. નોંધનીય છે કે, સિંગરે આ પહેલાં શાહરૂખ ખાન સાથે કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, હું આના માટે ગીત નહીં ગાઉ.
શાહરૂખ ખાન પર કેમ આવ્યો ગુસ્સો?
શાહરૂખ ખાન સાથે પેચઅપ વિશે અભિજીતે કહ્યું કે, 'કેમ નહીં કરીએ પેચઅપ? અમે બંને એકબીજા માટે બન્યા છીએ, જેમ એક પતિ-પત્ની હોય છે, તેમ અમે છીએ. મતલબ પતિ-પત્નીમાં ઝઘડો થાય જ છે ને? કોઈ એકે તો પેચઅપ કરવું જ પડશે ને? મેં કહ્યું પણ હતું કે, ક્યારેક મળશે તો ખિજાઈને કહી દઈશ કે તું મારા માટે હું તારા માટે નથી ગાતો. એક સારી વસ્તુ બની રહી છે બીજું કંઈ નહીં.'








