મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી-2' એ શાહરૂખ ખાનની આ 5 ફિલ્મોને પછાડી, 3 દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ

15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવેલી 'સ્ત્રી-2' એ તેની રિલીઝના ત્રીજા દિવસે 100 કરોડ રૂપિયાનો આંકડો

શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી-2' એ શાહરૂખ ખાનની આ 5 ફિલ્મોને પછાડી, 3 દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ

15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવેલી 'સ્ત્રી-2' એ તેની રિલીઝના ત્રીજા દિવસે 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે વર્ષ 2024ની અત્યાર સુધીની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક બની ગઈ છે. 'સ્ત્રી-2'  ફિલ્મે ઘણી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોને પછાડી છે. 

શ્રદ્ધા કપૂર સ્ટારર 'સ્ત્રી-2' ફિલ્મે શરૂઆતના દિવસે પ્રીવ્યૂ સહિત રૂ. 59 કરોડની કમાણી કરી હતી, બીજા દિવસે એટલે કે શુક્રવાર, 16 ઓગસ્ટે 31.4 કમાણી કરી હતી. આ સાથે શ્રદ્ધા અને રાજકુમાર રાવની ફિલ્મે બીજા દિવસના કલેક્શનના મામલામાં બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનની પાંચ ફિલ્મોને પછાડી દીધી છે. 

ડંકી- શાહરૂખ ખાનની 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડંકી'એ બીજા દિવસે લગભગ 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરી હતી.

ચેન્નાઈ એક્સપ્રેસ- શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. તેની બીજા દિવસની કમાણી 28 કરોડ રૂપિયા હતી.

જબ હેરી મેટ સેજલ- શાહરૂખ ખાનની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બીજા દિવસે બોક્સ ઓફિસ પર 15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

રઈસ- શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ' લોકપ્રિય ફિલ્મ રહી હતી. 2017ની આ ફિલ્મે તેની રિલીઝના બીજા દિવસે 26.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

જબ તક હૈ જાનઃ જબ તક હૈ જાન પણ આ યાદીમાં સામેલ છે. તેની બીજા દિવસની કમાણી 19.50 કરોડ રૂપિયા હતી. આ ફિલ્મ વર્ષ 2012માં મોટા પડદા પર આવી હતી.

આ સમાચાર શેર કરો