રોકિંગ સ્ટાર Yash સામે Shraddha Kapoorનો પાવરફુલ લુક, ઓગસ્ટમાં બોક્સ ઓફિસ પર થશે મહામુકાબલો

Yash Film Clash With Shraddha Kapoor: સાઉથ સિનેમાના સુપરસ્ટાર યશના ચાહકો માટે લાંબી પ્રતીક્ષા બાદ આખરે ખુશખબર આવી ગઈ છે. વારંવાર પાછળ ઠેલાવાને કારણે ચર્ચામાં રહેલી યશની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Toxic: A Fairy Tale for Grown-Ups' ની નવી રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. જોકે, આ નવી તારીખની સાથે જ બોક્સ ઓફિસ પર એક જબરદસ્ત ક્લેશના એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે આ જ વીકેન્ડ પર શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'Eetha' પણ સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે.
વારંવાર પોસ્ટપોન થયા બાદ નવી રિલીઝ ડેટ જાહેર
'Toxic' ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તે સતત હેડલાઇન્સમાં છે, પરંતુ શૂટિંગ અને અન્ય ટેકનિકલ કારણોસર તેની રિલીઝ ડેટમાં વારંવાર ફેરફાર કરવા પડ્યા હતા. શરૂઆતમાં આ ફિલ્મ માર્ચ મહિનામાં રણવીર સિંહની 'ધુરંધર: ધ રિવન્જ' સામે રિલીઝ થવાની હતી, જે બાદમાં લંબાવીને 4 જૂન કરવામાં આવી હતી. જોકે, આખરે તમામ અટકળોનો અંત લાવતા અભિનેતા યશે ગઈકાલે 21 જૂનના રોજ સોશિયલ મીડિયા પર ફિલ્મનું એક શાનદાર પોસ્ટર શેર કર્યું છે. યશે કેપ્શનમાં લખ્યું, "Honour Thy Father... #Toxic વિશ્વભરના સિનેમાઘરોમાં 26-08-2026થી." આ જાહેરાત સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફિલ્મ ઓગસ્ટ 2026માં ધમાકો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.
શ્રદ્ધા કપૂરની 'Eetha' સાથે થશે કાંટાની ટક્કર
યશની 'Toxic' 26 ઓગસ્ટ 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે, જ્યારે તેના બરાબર બે દિવસ બાદ એટલે કે 28 ઓગસ્ટ 2026ના રોજ શ્રદ્ધા કપૂરની મુખ્ય ભૂમિકા ધરાવતી 'Eetha' રિલીઝ થવાની છે. એક જ વીકેન્ડ પર બંને મોટી ફિલ્મો સામસામે આવતા બોક્સ ઓફિસ પર રોમાંચક જંગ જોવા મળશે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર 'Eetha' ફિલ્મમાંથી શ્રદ્ધા કપૂરનો પાવરફુલ લુક સામે આવ્યો હતો, જેને દર્શકો તરફથી ખૂબ જ શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ મહામુકાબલામાં કઈ ફિલ્મ બાજી મારે છે.
'Toxic' ની સ્ટાર કાસ્ટ:
ગીતુ મોહનદાસના નિર્દેશનમાં અને KVN પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં રોકિંગ સ્ટાર યશની સાથે નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, રુકમિણી વસંત અને તારા સુતારિયા જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
'Eetha' ની સ્ટાર કાસ્ટ:
દિનેશ વિજાન દ્વારા પ્રોડ્યુસ અને લક્ષ્મણ ઉટેકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ઉપરાંત રણદીપ હુડ્ડા, નાના પાટેકર, મોહમ્મદ ઝીશાન અય્યુબ અને સિદ્ધાર્થ જાધવ જેવા દમદાર કલાકારો પોતાની એક્ટિંગનો જાદુ વિખેરશે.

