મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

માતા-પિતાનું ઘર છોડીને ભાડે રહેશે શ્રદ્ધા કપૂર, દર મહિને ચૂકવશે લાખો રૂપિયાનું ભાડું

બોલિવૂડના વિલન અને કોમેડી એક્ટર શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરીની દીકરી શ્રદ્ધા કપૂર 'આશિકી 2', 'સાહો', 'એક વિલન

માતા-પિતાનું ઘર છોડીને ભાડે રહેશે શ્રદ્ધા કપૂર, દર મહિને ચૂકવશે લાખો રૂપિયાનું ભાડું

બોલિવૂડના વિલન અને કોમેડી એક્ટર શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરીની દીકરી શ્રદ્ધા કપૂર 'આશિકી 2', 'સાહો', 'એક વિલન', 'છિછોરે' અને 'બાઘી' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. આ દિવસોમાં શ્રદ્ધા કપૂર તેની ફિલ્મ 'સ્ત્રી 2'ની સફળતાનો આનંદ માણી રહી છે. આ દરમિયાન અભિનેત્રી વિશે સમાચાર સામે આવ્યા છે કે તેણે મુંબઈના જુહુમાં પોતાના માટે એક આલીશાન એપાર્ટમેન્ટ ભાડે લીધો છે.

આ પણ વાંચો: માતા બની 'કુંડળી ભાગ્ય'ની પ્રીતા, શ્રદ્ધા આર્યાએ ટ્વિન્સને આપ્યો જન્મ

દર મહિને લાખો રૂપિયાનું ભાડું ચૂકવશે

અભિનેત્રી હવે તેના માતા-પિતા સાથે નહીં રહે પરંતુ હવે ભાડાના આલિશાન એપાર્ટમેન્ટમાં રહેશે. જેનું દર મહિનાનું ભાડું 1 કે 2 લાખ નહીં પરંતુ 6 લાખ છે. આ એપાર્ટમેન્ટ માટે તેણે આખા વર્ષનું એડવાન્સ પેમેન્ટ પણ કર્યું છે. શ્રદ્ધાનો આ એપાર્ટમેન્ટ 3928.86 સ્ક્વેર ફૂટનો છે.

72 લાખ એડવાન્સ આપ્યા હતા

રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂરે આ એપાર્ટમેન્ટ એક વર્ષ માટે ભાડે લીધો છે. આ માટે તેણે 72 લાખ રૂપિયા એડવાન્સ પણ ચૂકવ્યા છે. 16 ઓક્ટોબરના રોજ નોંધાયેલા લીઝ અને લાયસન્સ ડોક્યુમેન્ટ પરથી જાણવા મળ્યું કે ટ્રાન્ઝેક્શન માટે 36,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 1,000 રૂપિયાની રજીસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી. આ એપાર્ટમેન્ટમાં 4 કાર પાર્કિંગ છે.

કરોડો રૂપિયાની માલિક છે

તમને જણાવી દઈએ કે પહેલા શ્રદ્ધા કપૂર તેના પિતા શક્તિ કપૂર, માતા શિવાંગી અને ભાઈ સિદ્ધાંત કપૂર સાથે મુંબઈના પામ બિચ સ્થિત એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં રહેતી હતી. શ્રદ્ધા કપૂર 130 કરોડની માલિક છે. તે એક ફિલ્મ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તે જાહેરાતો અને મોડલિંગ દ્વારા કમાણી કરે છે. થોડા સમય પહેલા તેણે લેમ્બોર્ગિની હુરાકન ટેકનીકા નામની કાર ખરીદી હતી, જેની કિંમત 4.04 કરોડ રૂપિયા છે.

આ સમાચાર શેર કરો