મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ડરાવવા આવી રહી છે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી 2', 15 ઓગસ્ટે થિયટેરમાં થશે રિલીઝ

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત 'સ્ત્રી' સૌથી લોકપ

ડરાવવા આવી રહી છે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી 2', 15 ઓગસ્ટે થિયટેરમાં થશે રિલીઝ

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત 'સ્ત્રી' સૌથી લોકપ્રિય હોરર-કોમેડી ફિલ્મોમાંની એક છે. મેકર્સે તેની સિક્વલની એનાઉન્સમેન્ટ કરી દીધી છે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની મચ અવેટેડ ફિલ્મ 'સ્ત્રી 2' હવે 15 ઓગસ્ટ, 2024ના રોજ થિયેટરમાં રિલીઝ માટે તૈયાર છે. મેડૉક ફિલ્મ્સે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરીને નવી તારીખની એનાઉન્સમેન્ટ કરી છે. અગાઉ થિયેટરોમાં 'સ્ત્રી 2'ની રિલીઝની તારીખ 30 ઓગસ્ટ રાખવામાં આવી હતી. આ સાથે 'સ્ત્રી 2'નું ટીઝર પણ આજે એટલે કે 14મી જૂને રિલીઝ થવા જઈ રહ્યું છે.

અમર કૌશિક દ્વારા નિર્દેશિત, Jio સ્ટુડિયો અને દિનેશ વિજન પ્રોડક્શન્સે ફરી એકવાર રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી સાથે મળીને આ ફિલ્મ પર કામ કર્યું છે. 'સ્ત્રી 2' એ 2018ની બ્લોકબસ્ટર ફિલ્મ 'સ્ત્રી'ની સિક્વલ છે, જેણે દર્શકોને ડરાવવાની સાથે-સાથે હસાવ્યા હતા. 'સ્ત્રી 2'ને લઈને પણ આવા જ પ્રોમિસિસ આપવામાં આવી રહ્યા છે, પરંતુ ફિલ્મ કેટલી મનોરંજક હશે, તેના વિશે ટીઝર રિલીઝ થયા પછી જ કહી શકાશે.

https://www.instagram.com/reel/C8LoxiToIa1/

માત્ર થિયેટર્સમાં જ રિલીઝ થશે 'સ્ત્રી 2'નું ટીઝર

મેડોક ફિલ્મ્સના દિનેશ વિજને માસ્ટરસ્ટ્રોક ભજવ્યો છે. 'સ્ત્રી 2'ની સિક્વલ 14 જૂન, શુક્રવારે હોરર-કોમેડી 'મુંજ્યા' સાથે થિયેટરોમાં સીધી દર્શકોની સામે રિલીઝ થશે. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં મુંજ્યા 'સ્ત્રી'ના બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આવે છે. ફિલ્મ 'મુંજ્યા' થિયેટરમાં રિલીઝ થયા બાદ ટીઝર બતાવવામાં આવશે. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, "ઓ ફ્રાઇડે, જલ્દી આના ક્યોકી મુંજ્યા ઔર સ્ત્રી દોનો ઈન્તેજાર કર રહે હૈ."

https://www.instagram.com/reel/C8CgGmYo24q/

રાજકુમાર રાવે અનોખી રીતે કરી એનાઉન્સમેન્ટ

પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર 'સ્ત્રી'માંથી પોતાનો અને શ્રદ્ધા કપૂરનો એક ફની સીન શેર કરતી વખતે, રાજકુમાર રાવે કેપ્શનમાં લખ્યું, ‘આટલો પ્રેમ આપવા બદલ શ્રીકાંત અને મિસ્ટર એન્ડ મિસિસ માહીનો આભાર અને હવે હું બિક્કી તરીકે પાછો આવીશ, આ ‘સ્ત્રી 2’નો સમય છે. ટીઝર મુંજ્યા સાથે થિયેટરોમાં આવશે. બિક્કી પ્લીઝ.’

https://www.instagram.com/reel/C8KEByXN2Vp/

ગયા વર્ષે જુલાઈમાં શરૂ થઈ હતી 'સ્ત્રી 2'

ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી રાહ જોયા બાદ 'સ્ત્રી 2' આખરે ગયા વર્ષે જુલાઈમાં મધ્ય પ્રદેશના ચંદેરી શહેરમાં ફ્લોર પર ગઈ, જ્યાં હોરર-કોમેડી ફ્રેન્ચાઇઝીનો પહેલો હપ્તો પણ સેટ કરવામાં આવ્યો હતો. જો અહેવાલોનું માનીએ તો રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી અભિનીત ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. 'સ્ત્રી' 2018માં આવી હતી અને તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.

આ સમાચાર શેર કરો