મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂર ફરી ફિલ્મમાં કરશે રોમાન્સ?

આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા છે. મોહિત સૂરી હાલ એક વાર્તા પર કામ કર

શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂર ફરી ફિલ્મમાં કરશે રોમાન્સ?

આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા છે. મોહિત સૂરી હાલ એક વાર્તા પર કામ કરી રહ્યો છે અને આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવામાં આવશે. મોહિત સુરી આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરને બેસિક આઇડિયા સંભળાવ્યો છે જે બન્નેને પસંદ પડયો છે. જોકે આઇડિયા પછી ફિલ્મની વાર્તા પર કામ કરવામાં આવશે અને તે પસંદ પડ્યા પછી જ કલાકારોને ફાઇનલ કરવામાં આવશે. 

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, મોહિત સૂરી લાંબા સમયથી એક રોમેન્ટિક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો હતો. જેના માટે તેણે આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે વાત કરી હતી. બન્નને ફિલ્મના આઇડિયા જણાવ્યા હતા જે તેમને પસંદ પડયા છે. આ પછી તેણે ફિલ્મની વાર્તા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

જો ફિલ્મની વાર્તા બન્ને કલાકારોને પસંદ આવશે તો આ જોડી ફરી રૂપેરી પડદે સાથે જોવા મળે તેવી પૂરી શક્યતા છે. 

સૂત્રે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, મોહિત સૂરીએ આ આઇડિયા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ તે ફિલ્મનું સ્વરૂપ લઇ શકશે કે નહીં તે તો આવનારો સમય જ જણાવશે. 

આ સમાચાર શેર કરો