મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

રણબીર કપૂરની ‘રામાયણ’નું શૂટિંગ શરૂ, પાત્રોના નામ થયા જાહેર!

રણબીર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરુ કરી દેવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

રણબીર કપૂરની ‘રામાયણ’નું શૂટિંગ શરૂ, પાત્રોના નામ થયા જાહેર!

રણબીર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરુ કરી દેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ શૂટિંગમાં જોકે કોઈ મુખ્ય કલાકારો દેખાયા ન હતા.

આ શૂટિંગના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થયા છે. જોકે, ફિલ્મની ટીમ તરફથી અધિકૃત રીતે કશું જણાવાયું નથી. ફિલ્મની સત્તાવાર જાહેરાત રામ નવમીના દિવસે થશે તેમ મનાય છે.

પ્રારંભમાં રામ અને લક્ષ્મણ વિદ્યાભ્યાસ માટે જાય છે તેવાં દૃશ્યોનું શૂટિંગ હોવાથી અન્ય કલાકારો જ ભાગ લઈ રહ્યા છે. આ દૃશ્યોમાં મુખ્ય કલાકારોની જરુર નથી તેવો દાવો કેટલાક જાણકાર સૂત્રોએ કર્યો હતો. રણબીર અને સાઈ પલ્લવી થોડા દિવસો પછી શૂટિંગમાં જોડાઈ શકે છે. રણબીર હાલ ફિલ્મને અનુરુપ પોતાના ઉચ્ચારણો તથા સંવાદની ઢબ માટે પણ તાલીમ લઈ રહ્યો હોવાનું કહેવાય છે.

રામાયણના કાસ્ટિંગને લઈને અત્યાર સુધી ઘણી માહિતી સામે આવી છે, નીતિશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર શ્રી રામના રોલમાં જોવા મળશે, જ્યારે માતા સીતાના રોલ માટે સાઈ પલ્લવીનું નામ સામે આવ્યું છે. ‘KGF’ સ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળશે. લોકપ્રિય મરાઠી અભિનેતા આદિનાથ કોઠારે રામના ભાઈ ભરતની ભૂમિકા ભજવી શકે છે અને કૌશલ્યાની ભૂમિકા માટે ટેલિવિઝન અભિનેત્રી ઈન્દિરા કૃષ્ણનનું નામ સામે આવ્યું છે. આ સિવાય રાવણની પત્ની મંદોદરીના રોલ માટે સાક્ષી તંવરના નામની ચર્ચા થઈ રહી છે. જ્યારે પાત્રોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, તેમના દેખાવ જાહેર કરવામાં આવ્યા ન હતા.

આ સમાચાર શેર કરો