મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ફરહાન અખ્તરની ફિલ્મ '120 બહાદુર'નું શૂટિંગ શરૂ, રિલીઝ થયું મોશન પોસ્ટર

રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરનું એક્સેલ એન્ટરટેઈનમેન્ટ ટ્રિગર હેપ્પી સ્ટુડિયો

ફરહાન અખ્તરની ફિલ્મ '120 બહાદુર'નું શૂટિંગ શરૂ, રિલીઝ થયું મોશન પોસ્ટર

રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરનું એક્સેલ એન્ટરટેઈનમેન્ટ ટ્રિગર હેપ્પી સ્ટુડિયો સાથે મળીને '120 બહાદુર' રજૂ કરવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મ મેજર શૈતાન સિંહ (PVC) અને ચાર્લી કંપની, 13 કુમાઉ રેજિમેન્ટના સૈનિકોની સ્ટોરી પર આધારિત છે. આ મિલિટરી એક્શન ફિલ્મ 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન બનાવવામાં આવી છે અને તે રેઝાંગ લાના યુદ્ધથી પ્રેરિત છે. તે આપણાં સૈનિકોની બહાદુરી, વીરતા અને બલિદાન દર્શાવે છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને ટ્રિગર હેપ્પી સ્ટુડિયોએ ફરહાન અખ્તરને મેજર શૈતાન સિંહ (PVC)ની ભૂમિકામાં દર્શાવતા બે અદભુત મોશન પોસ્ટર રિલીઝ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મનું પહેલું શૂટિંગ શેડ્યૂલ આજથી લદ્દાખમાં શરૂ થઈ રહ્યું છે.

સ્ક્રીન પર શક્તિશાળી પાત્રો ભજવવા માટે પ્રખ્યાત ફરહાન અખ્તર હવે મેજર શૈતાન સિંહ (PVC)ની ભૂમિકા ભજવશે. તેમની ભૂમિકામાં મેજરની બહાદુરી અને લીડરશિપને તેમની ભૂમિકામાં દર્શાવવાથી દર્શકો પર ઊંડી અસર પડરશે અને તે સમયે ભારતના સશસ્ત્ર દળોએ કરેલા બલિદાન પર પણ પ્રકાશ પાડશે.

રજનીશ રાજી ઘાઈ દ્વારા નિર્દેશિત અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, '120 બહાદુર' એક આકર્ષક મૂવી અનુભવ આપવા માટે તૈયાર છે. અદભૂત દ્રશ્યો અને રોમાંચક વાર્તા સાથે, આ ફિલ્મનો હેતુ મનોરંજન તેમજ ભારતના સશસ્ત્ર દળોની બહાદુરીનું સન્માન કરવાનો છે. આ ફિલ્મ લશ્કરી નાયકો દ્વારા કરવામાં આવેલા બલિદાન પરની હૃદયસ્પર્શી વાર્તા છે.

હાલમાં જ મોશન પોસ્ટર રિલીઝ કરતી વખતે ફરહાન અખ્તરે લખ્યું - તેણે જે હાંસલ કર્યું તે ક્યારેય ભૂલી શકાશે નહીં. મારા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે કે હું તમને માનનીય પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનાર મેજર શૈતાન સિંહ અને ચાર્લી કંપની, 13 કુમાઉ રેજિમેન્ટના સૈનિકોની વાર્તા રજૂ કરું છું. ભારત-ચીન યુદ્ધ દરમિયાન 18 નવેમ્બર 1962ના રોજ લડાયેલ રેઝાંગ લાનું પ્રખ્યાત યુદ્ધ, આપણા બહાદુર સૈનિકોની અજોડ બહાદુરી, અદમ્ય હિંમત અને નિઃસ્વાર્થતાની વાર્તા છે. બહાદુરીની આ અદ્ભુત કહાણીને પડદા પર લાવવામાં અમને ભારતીય સેનાનું સમર્થન અને સંપૂર્ણ સહકાર મળ્યો તે બદલ અમે અત્યંત આભારી છીએ.

આ સમાચાર શેર કરો