મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર શૂટરની તસ્વીર આવી સામે

બોલૂવિડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારાની તસ્વીરો સામે આવી છે. જેમાં એક હુમલાખ

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર શૂટરની તસ્વીર આવી સામે


બોલૂવિડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારાની તસ્વીરો સામે આવી છે. જેમાં એક હુમલાખોર બ્લેક અને વ્હાઈટ ટી-શર્ટમાં નજરે આવી રહ્યો છે, જ્યારે બીજો રેડ ટી -શર્ટમાં જોવા મળી રહ્યો છે. આ તસ્વીરના આધાર પર પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે. નોંધનીય છે કે, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ઘણી વખત મારી નાખવાની ધમકી આપી છે.

એક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, બાંદ્રા વિસ્તારમાં સ્થિત 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની બહાર સવારે અંદાજિત પાંચ વાગ્યે બે બાઈક સવારોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ રફૂચક્કર થઈ ગયા હતા. પરિણામે ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે આરોપીઓની ઓળખ કરવા માટે તેમના ઘરની આસપાસ લાગેલા સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી દીધી છે. પૂરાવા એકઠા કરવા માટે સ્થાનિક પોલીસ, ફોરેન્સિક વિજ્ઞાન વિશેષજ્ઞો સહિતની ટીમો પણ તપાસમાં લાગી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સલમાન સાથે કરી ફોન પર વાત

મુંબઈમાં સલમાનના ઘરની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એક્ટર સાથે ટેલિફોન પર વાત કરી હતી.  શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી અને સલમાન ખાનની સુરક્ષા વધારવાનું સૂચન કર્યું. હાલમાં સલમાન ખાનના ઘરની બહાર ભારે પોલીસ ફોર્સ અને ફોરેન્સિક ટીમ હાજર છે અને તપાસ ચાલી રહી છે. 

આ સમાચાર શેર કરો