બિગ બોસના ફેન્સ માટે માઠા સમાચાર, 18મી સિઝન હોસ્ટ નહીં કરે સલમાન ખાન!
બિગ બોસ 18 ટૉક ઓફ ધ ટાઉન બન્યું રહે છે. આ શોમાં કોણ-કોણ એન

બિગ બોસ 18 ટૉક ઓફ ધ ટાઉન બન્યું રહે છે. આ શોમાં કોણ-કોણ એન્ટ્રી કરશે તેની ઘણી ચર્ચા ચાલી રહી છે. ઘણા મોટા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. જોકે, આ દરમિયાન, શોને લઈને એક ખરાબ સમાચાર પણ આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે, સલમાન ખાન બિગ બોસ 18 હોસ્ટ નહીં કરે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને બિગ બોસ ઓટીટી 3 પણ હોસ્ટ નહોતું કર્યું. આ સિઝનને અનિલ કપૂરે હોસ્ટ કરી હતી.
સમાચાર મુજબ, સલમાન ખાને હાલમાં જ સર્જરી કરાવી છે અને તે હજુ સંપૂર્ણ સ્વસ્થ નથી. સલમાને પોતાનું ધ્યાન રાખવું પડશે અને આ કારણોસર તે બિગ બોસ 18નો ભાગ નહીં બને. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તે સ્વસ્થ થઈ જશે તો તે વચ્ચેથી શોમાં જોડાઈ શકે છે. પ્રોડક્શન ટીમ અને બિગ બોસ 18 વચ્ચે વાતચીત ચાલી રહી છે. સલમાન બિગ બોસ 18માં હશે કે નહીં તે અંગે હવે ઓફિશિયલી કંઈપણ એનાઉન્સ કરવામાં આવ્યું નથી.
આ સ્ટાર્સનો કરાયો સંપર્ક
અનિતા હસનંદાની, સુરભિ જ્યોતિ, કનિકા માન, શાહીર શેખ, સમીરા રેડ્ડી, સુનીલ કુમાર, દીપિકા આર્ય, સોમી અલી, અંજલિ આનંદ, અર્જુન બિજલાની, શોએબ ઈબ્રાહિમ, માનસી શ્રીવાસ્તવ, ધીરજ ધૂપર જેવા સ્ટાર્સનો અપ્રોચ કરવામાં આવ્યો છે. જોકે, હજી સુધી કંઈપણ કન્ફર્મ નથી થયું.
સલમાનને પાંસળીમાં થઈ હતી ઈજા
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને પાંસળીમાં ઈજા થઈ હતી. હાલમાં જ તે એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. સલમાન ઈજાગ્રસ્ત હોવા છતાં ઈવેન્ટમાં પહોંચ્યો હતો. સલમાને પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. સલમાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમાં જોઈ શકાય છે કે, સલમાનને સોફા પરથી ઉઠવામાં મુશ્કેલી થઈ રહી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળશે.






