મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શત્રુઘ્ન સિંહાએ ખુદ જણાવ્યું હોસ્પિટલમાં એડમિટ થવાનું કારણ, સર્જરી અંગે કહી આ વાત

શત્રુઘ્ન સિંહા દીકરી સોનાક્ષી સિંહાના લગ્ન બાદથી જ

શત્રુઘ્ન સિંહાએ ખુદ જણાવ્યું હોસ્પિટલમાં એડમિટ થવાનું કારણ, સર્જરી અંગે કહી આ વાત

શત્રુઘ્ન સિંહા દીકરી સોનાક્ષી સિંહાના લગ્ન બાદથી જ ચર્ચામાં છે. ક્યારેક દીકરીના લગ્નને લઈને તો ક્યારેક સ્વાસ્થ્યને લઈને. શત્રુઘ્ન સિંહાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જે બાદ સમાચાર આવવા લાગ્યા કે તે ઘરે સોફા પરથી પડી ગયા હતા જેના કારણે તેમને ઈજા થઈ હતી અને તેમની સર્જરી કરાવવી પડી હતી. હવે શત્રુઘ્ન સિંહાએ સર્જરીના સમાચાર પર મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમને હોસ્પિટલમાં શા માટે એડમિટ કરવામાં આવ્યા હતા.

શત્રુઘ્ન સિંહાની તબિયતને લઈને ફેન્સ ખૂબ જ ચિંતિત હતા. જ્યારથી તેમને ખબર પડી કે, અભિનેતાને એડમિટ કરવામાં આવ્યા છે, દરેક વ્યક્તિ તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા માગે છે. હવે અભિનેતાએ ખુદ ફેન્સને તેમના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું છે.

કોઈ સર્જરી કરવામાં આવી નથી

શત્રુઘ્ન સિંહાએ એક વાતચીતમાં આ તમામ સમાચારોને અફવા ગણાવી છે. તેમણે કહ્યું- 'અરે ભાઈ, મારી સર્જરી થઈ અને મને ખબર ન પડી.' જ્યારે તેમને હોસ્પિટલમાં એડમિટ થવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું- ‘મને માત્ર રૂટિન બોડી ચેકઅપ માટે એડમિટ કરવામાં આવ્યો હતો. હું 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આ કરવાની સલાહ આપીશ. ચૂંટણી પ્રચાર માટે હું છેલ્લા ત્રણ મહિનાથી સતત પ્રવાસ કરી રહ્યો છું. પછી તરત જ મારી દીકરીના લગ્ન થયા. મારા શરીરમાં હવે યુવાનો જેવી ઉર્જા નથી કે જેઓ ત્રણ શિફ્ટમાં કામ કર્યા પછી રાત્રે પાર્ટી પણ કરે છે. મારે થોડું સ્લો થવાની જરૂર છે.’

દીકરીના લગ્નથી ખુશ

શત્રુઘ્ન સિંહાએ આગળ કહ્યું- તેઓ ખૂબ જ ખુશ છે કે તેમની દીકરીના લગ્ન થયા. બધું સારું થયું. ભગવાનનો આભાર કે, મારી પુત્રી હવે તેના લગ્નજીવનમાં ખુશ છે. જેઓ ખુશ નથી તેમના માટે મારે કંઈ કહેવું નથી.

ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી સિંહાએ 23 જૂને પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેએ મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો. લગ્ન અને રિસેપ્શનના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો