મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બાપ રે! શાલિન ભનોટને 200થી વધુ વીંછીએ માર્યા ડંખ! વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો VIDEO

ટીવીના પ્રખ્યાત સ્ટંટ શો ખતરોં કે ખિલાડીની નવી સિઝન ટૂંક સમયમાં પરત ફરી રહી છે. અત્યારે રોમાન

બાપ રે! શાલિન ભનોટને 200થી વધુ વીંછીએ માર્યા ડંખ! વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો VIDEO

ટીવીના પ્રખ્યાત સ્ટંટ શો ખતરોં કે ખિલાડીની નવી સિઝન ટૂંક સમયમાં પરત ફરી રહી છે. અત્યારે રોમાનિયામાં આ શોનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યાં સ્ટાર્સ રોહિત શેટ્ટીના ચેલેન્જને સ્વીકારી રહ્યા છે. આ દરમિયાન સેટ પર કોઈની લડાઈના સમાચાર સામે આવી રહ્યા છે. તો કોઈને ઈજા થઈ રહી છે. બુધવારે, આ શોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે, જે અભિનેતા શાલિન ભનોટે શેર કર્યું છે.

સેટ પર ઘાયલ થયો શાલિન ભનોત

એક્ટર શાલિન ભનોટે થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો ચહેરો સોજી ગયેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેની સાથે શોની ટીમના ડોક્ટર્સ પણ જોવા મળે છે, જે તેની સારવારમાં મદદ કરતા જોવા મળે છે. આ વીડિયો શેર કરતી વખતે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે, "તમારા બધા માટે કંઈપણ..#kkk14." સૂત્રોના જણાવ્યા અનુસાર, શોમાં સ્ટંટ કરતી વખતે શાલિન ભનોટને 200થી વધુ વીંછીઓએ ડંખ માર્યો હતો.

ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે

શાલિનની આવી હાલત જોઈને ચાહકો તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ભાઈ ધ્યાન રાખજો... મને આશા છે કે બધું સારું છે. તમે ફાઈટર છો ભાઈ." બીજાએ લખ્યું, "શાલીન, તમારું ધ્યાન રાખજો."

શાલીન ભનોટ બનશે શોનો વિનર?

તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે રોહિત શેટ્ટીએ શાલીન ભનોટના ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે તેનામાં એક વિનર જુએ છે. તો શોના પેજએ એવો પણ દાવો કર્યો હતો કે રોહિત શેટ્ટીએ તેને ખતરોં કે ખિલાડી 14નો ફાઈનલિસ્ટ પણ કહ્યો હતો.

આ સમાચાર શેર કરો