શાહરૂખ ખાનનો નવો લુક, લાંબા સમય બાદ શોર્ટ હેરકટમાં દેખાયો એક્ટર, ફેન્સે કહ્યું...
શાહરૂખ ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. એક્ટર તેના ચાર્મથી ફેન્સ

શાહરૂખ ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. એક્ટર તેના ચાર્મથી ફેન્સને આકર્ષિત કરે છે. તેના ફેશન સ્ટેટમેન્ટની પણ ઘણી ચર્ચા રહે છે. તાજેતરમાં જ અભિનેતાએ પોતાના નવા લુકથી બધાને ચોંકાવી દીધા છે. શાહરૂખ ખાન મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યો હતો. તેનો નવો લુક અહીં જોવા મળ્યો. આ ઇવેન્ટ અપકમિંગ IIFA એવોર્ડ માટે હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખ અને કરણ બંને હાજર હતા.
આ ઈવેન્ટમાં શાહરૂખ ખાન બ્લેક ટીશર્ટ અને બ્લેક જીન્સ પહેરીને જોવા મળ્યો હતો. તેણે બ્લેક કેપ પણ પહેરી હતી. તેણે સિલ્વર ચેન સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આખા લુકમાં શાહરૂખ ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે શોર્ટ હેરકટનો લુક અપનાવ્યો છે. શાહરૂખ ખાનનો આ લુક વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ શાહરૂખને સ્ટાઇલ ગુરુ કહી રહ્યા છે.
શાહરૂખ ખાનની ફેન ક્લબે આ પ્રેસ કોન્ફરન્સની ઘણી તસવીરો શેર કરી છે.
https://twitter.com/teamsrkfc/status/1833543636694536629
શાહરુખ ખાનની ફિલ્મો
શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ત્રણ ફિલ્મો ‘પઠાણ’, ‘જવાન’, ‘ડંકી’ 2023માં રિલીઝ થઈ હતી. ફેન્સે ત્રણેય ફિલ્મોને અઢળક પ્રેમ આપ્યો હતો. ‘પઠાણ’ અને ‘જવાન’માં શાહરૂખ ખાનનો એક્શન અવતાર જોવા મળ્યો હતો. તેના ઘણા એક્સપેરિમેન્ટલ લુક્સ પણ જોવા મળ્યા હતા. ‘ડંકી’માં તેનો રોલ ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો. આ સિવાય શાહરૂખ ‘ટાઈગર 3’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે કેમિયો રોલમાં જોવા મળ્યો હતો.
2023 પહેલા શાહરૂખ 2018માં ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ લીડ રોલમાં હતાં. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ તે ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી.








